વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઇર સેવયની ક્ષણો...

        એક સારા લેખક અને વાચક સ્પર્શ હાર્દિકની કસાયેલી કલમે લખાયેલી વાર્તા એટલે ઇર સેવયની ક્ષણો...

 

        એક અલગ જ દુનિયાની અનુભૂતિ કરાવતી આ વાર્તા. એક પ્રવાસીની વાત એ વાર્તામાં કરવામાં આવેલી છે. પ્રવાસીની વાર્તા વાંચતા વાચક ખુદ એક પ્રવાસી બની જાય છે. તેમાં આપેલા ચોટદાર સંવાદો વાચકને વિચારવા પર મજબુર કરી દે છે. વાર્તાની મુખ્ય ઘટના સૂર્યોદયની ક્ષણ છે. પણ બીજી અનેક ઘટનાઓ વાચકને જકડી રાખે છે અને એક અલગ જ મોહપાશમાં બાંધી લે છે. 

         

           વાર્તાના અંતે જ્યારે કંદાર્ની વાદળોમાં વિલીન થઈ જાય છે, પણ વાચક તે જ કલ્પનાની દુનિયામાં ખોવાયેલો રહે છે. તો એકવાર જરૂરથી માણવા જેવી વાર્તા એટલે ઇર સેવયની ક્ષણો...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ