વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તમે કહેતાં હોવ તો

બોલતાં બોલી દઈએ,તમે કહેતાં હોવ તો

જવાબ એક જ છે જો પૂછતા હોવ તો...


ધર્મ બદલી નાખીએ પળભરમાં વળી,

ધર્મ માણસાઈનો બતાવતા હોવ તો..


આ તો ઠીક છે કે કલમ પકડાઈ છે હાથમાં,

ઉલેચાઈ જઈએ કાગળમાં તમે કહેતાં હોવ તો..


જાણીને અજાણ બનતાં નથી ક્યારેય,

પણ બની જઈએ પાગલ તમે કહેતાં હોવ તો


દુનિયાને ક્યાં ખબર પડવાની છે વળી,

દુનિયા અમારી બદલી દઈએ, તમે કહેતાં હોવ તો..


અસર ક્યાં થાય છે મલમની આ ઘા પર વળી,

નાસૂર કરી દઈએ તમે કહેતાં હોવ તો..


છે ઘણી જવાબદારી હજુ નિભાવવાની બાકી,

બનીએ અલગારી તમે કહેતાં હોવ તો..


સાકી તારા જામમાં નશો નથી રહ્યો હવે,

સ્મિત બને નશેડી તમે કહેતાં હોવ તો..


આમ તો લઈને ફરું છું જ્ઞાનનો ભંડાર સાથે,

બની અજ્ઞાની રોકી દઉં શ્વાસ તમે કહેતાં હોવ તો


પૂજા ત્રિવેદી રાવલ

'સ્મિત'

અમદાવાદ ગુજરાત


©

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ