વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તારી ઉપર કવિતા લખી છે

મારા દર્દ ને તારી ખુશી લખું છું,

તું આવ

તારી ઉપર એક કિતાબ લખું છું.


તે પ્રથમ મુલાકાત ને પેહલી વાત લખું છું,

તું આવ,

તારી સુંદરતા અને તારી વાત લખું છું.


સવાર, બપોર, સાંજ બસ તારા નામે લખું છું

તું આવ,

સવાર ની ઝાકળ પણ તારા નામ લખું છું.


પ્રેમ રુપી કોઈ પુરાવા નથી ખબર છે મને

તું આવ,

તારી અને મારી જૂની યાદો લખું છું.


ખુશ્બુ સાથે મહેક પણ લખી છે,

તો તું આવ ને જો,

તારા જ નામ કવિતા લખી  છે.


મારા દર્દ ને તારી ખુશી લખી છે,

તું આવ

તારી ઉપર એક કિતાબ લખી છે.



...AP...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ