વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

a message to the society

આજ કાલના લોકો એટલા બધા શોર્ટ ટેમ્પર થઈ ગયા છે કે બસ પૂછો જ નહી...! અને હા ખાલી જવાનીયા ઓ જ નહી હો, આધેડ ઉંમર ના વ્યક્તિઓ અને કંઈક અંશે ઘરડાં વ્યક્તિઓ પણ આવી ગયા ભેગા આમા..!


હજુ કાલે જ મારી નજર સામે એક આવો કિસ્સો બન્યો. એક આધેડ ઉંમર નાં વ્યક્તિ હતા એ એકટીવા ચલાવતાં રસ્તા પર જતા હતાં, એમની થોડે પાછળ એક બીજા આધેડ વય નાં વ્યક્તિ બાઈક ચલાવતા જતા હતાં, હવે થયુ એવું કે જે એકટીવા વાળા કાકા હતા એમણે કંઈક જોયું ને લેવાનું યાદ આયું કે લેવાનું મન થયું, તો ઉતાવળ માં તેઓ અચાનક જ વળી ગયા અને પાછળ બાઈક વાળા કાકા એમની જોડે અથડાઈ ગયા...! હાલાકી બંને માંથી એકેય ને કંઈ જ વાગયું નહોતું, બેમાંથી એકેય પડયા પણ નહોતાં, ખાલી પડવા જેવા થયા હતાં,


આટલે સુધી તો વાત માં કંઈ હતું નહીં, પણ પછી બાઈક વાળા કાકા એ બોલવાનું ચાલું કર્યું, તો એકટીવા વાળા કાકા પણ પોતાની ભૂલ માનવાને બદલે ઉલ્ટાનું સામે અપશબ્દો બોલવા લાગ્યા, અને બે મીનીટ માં તો વાત મારપીટ માં બદલાઈ ગઈ, ત્યાં સુધી કે બંને એકબીજા ને મારવા પથ્થરો  ઉપાડી લાયા.....!


શું મતલબ??? ખરેખર????!  આટલી વાત માં???! આટલી નાની વાતમાં???!


જરાં જોવો તો ખરા આજુબાજુ કેટલા લોકો ઉભા છે, કેટલી સ્ત્રીઓ છે, નાના નાના બાળકો છે, અને એ બધાની વચ્ચે તમે શું બોલો છો???! આ છે ને આવા લોકો એમને કહેવાય અસભ્ય માણસનું સભ્ય પહેરણું, બસ સભ્ય હોવાનો દેખાડો!!!બાકી કંઈક નાનું મોટું થ્યું નથી કે બસ આવી ગયા પોતાની અસલી ભાષા પર..!


આમા ભૂલ કોઈ એક ની નહોતી, એક્ટીવા વાળા અંકલ ની ભૂલ હતી કે એ સાઈડ સિગ્નલ આપ્યા વગર ચાલુ સ્પીડ માં પાછળ જોયા વગર જ વળી ગયા, અને પછી પોતાની ભૂલ માનવાને બદલે સામુ બોલવા લાગ્યા..!અને બાઈક વાળા અંકલ ની ભૂલ હતી કે તેઓ ટ્રાફિક વાળા રસ્તા પર આટલું સ્પીડમાં બાઈક ચલાવતાં હતાં કે તેઓ અથડાઈ ગયાં નહીં તો જો સ્પીડ થોડી ઓછી હોય તો બ્રેક મારી હોત તો અથડાત જ નહી, અને અપશબ્દો બોલવા એ કોઈ પણ વ્યક્તિ ને શોભતું નથી ઉપરાંત મારપીટની શરૂઆત પણ તેમણે જ કરી હતી..!


માણસે હંમેશા પોતાના કરતા પહેલા સામેવાળા વ્યક્તિ ના પોઈન્ટ ઓફ વ્યુ થી જોવુ જોઈએ કોઈ પણ સ્થિતિ ને..!

આમાં જો એકટીવા વાળા અંકલ એ ખાલી એટલું વિચાર્યું હોત કે "ભાઈ મારી ભૂલ છે હું જ અચાનક વળી ગયો, મારા લીધે સામેવાળા વ્યક્તિ ને ગંભીર ઈજા પણ થઈ શકતી હતી"

અને બાઈક વાળા અંકલ એ ખાલી એટલું વિચાર્યું હોત કે"થાય ભૂલ તો માણસ થી જ થાય ને, સારું છે મને કંઈ વાગયું તો નથી.. "એમ વિચારીને બંને એ એકબીજાને ખાલી એક સોરી કહી દીધું હોત તો વાત ત્યાં જ પતી જાત..! બસ એટલું જ કરવાનું હતું, એમાં કોઈ નાનું મોટું ના થઈ જાત..!


રાઈ જેટલી વાત છે પણ પહાડ જેટલી કરી મૂકે છે..!તમારી સાથે પણ આવું કયારેક તો થયું જ હશે અને નહીં થયું હોય તો કદાચ ભવિષ્યમાં પણ બની શકે છે..! પણ હવે તમે તો મારી આ રચના વાંચી ને તો પ્લીઝ 🙏તમે આ બંને અંકલ જેવું ના કરતાં એક વાર સામેવાળા વ્યક્તિ નાં પોઈન્ટ ઓફ વ્યુ થી પણ જોજો મહેરબાની કરીને..!અને એવું નહી કે આ એક જ વાત માં પણ બધી જ વાત માં આપણે એક વાર તો પોતાની જાતને સામેવાળા વ્યક્તિ ની જગ્યા એ મુકીને સમજવું જ જોઈએ કે હું એની જગ્યાએ હોત તો શું કરેત!!


આવો સૌ ભેગા મળીને એક ખુશાલ સમાજ બનાવીએ...! દુઃખ બાંટી ના શકીએ તો કંઈ નહી, દુઃખ માં વધારો તો ના કરીએ..! ચિંતા નો ઉપાય ના આપી શકીએ તો કંઈ નહી, ચિંતા માં વધારો તો ના કરીએ...!


​                                -Riddhi Patel

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ