વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કૃષ્ણ તું મનમોહક છે.

કૃષ્ણ તું મનમોહક છે,

ગીતાનો તું ગાયક છે,

હે રસેશ્વર, હે જગદીશ્વર,

રાધાનો તું મોહન છે........... કૃષ્ણ ૦

અખિલ બ્રહ્માંડનો સ્વામી તું,

સૌનો છે શ્વાસ પ્રશ્વાસ તું,

ગાયોનો ગોવાળ છે,

ભક્તોનો રખવાળ છે.......... કૃષ્ણ ૦

સૃષ્ટિના કણકણમાં તું,

કોઈની નહીં સમજણમાં તું,

શાસ્ત્રો બધા ફેદી વળ્યો,

સમજ્યો અંતે,

તું જ મારો આતમ છે........ કૃષ્ણ ૦


                                 --હર્ષદ ગોસાઈ "હર્ષ"



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ