વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બાકી છે...

મૃત ઈચ્છાઓનું શૈયાચયન માત્ર બાકી છે, 

ક્યાંથી અર્થી ઉપાડું, એનું આગમન હજી બાકી છે. 

 

ઠાઠડી તો ક્યારની બાંધી હતી પણ, 

એની કાથીમાંથી વિશ્વાસની ગાંઠ છોડવાની બાકી છે. 

 

ઉતરતી વેદનાની દિવેટ બનાવી રાખી છે, 

ફક્ત એને આંસુઓમાં બોળી પ્રગટાવવાની બાકી છે.

 

સુખડના હારમાં અત્તર એના પ્રેમનું નો'તું, 

એમાં ભળેલી એ બેવફાઈની ગંધ કાઢવાની બાકી છે. 

 

લાગણીનું મડદું સાવ અચેતન પડ્યું છે, 

એના તરફથી ફેંકાયેલી નફરત ઓઢાડવાની બાકી છે. 

 

રોદણાં રોવાં કોઈ તૈયાર નથી થતું, 

કહે છે, હૈયામાં પ્રીતની હાજરી ચકાસવાની બાકી છે. 

 

સમયે હાક મારી, 'રામ બોલો ભાઈ રામ', 

એ હાકને ઝીલવા મારી ઔકાત આવવાની બાકી છે.

 

 

હિરલ પુરોહિત 'સપ્તરંગી શબ્દ'

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ