વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રાષ્ટ્રધ્વજ કહે છે

       


ત્રિરંગો કહે છે


             ત્રિરંગો કહે છે મારી ઇજ્જત કરો. આપણા રાષ્ટ્રધ્વજ માં ત્રણ રંગ છે કેસરી, સફેદ અને લીલો. તિરંગો કહે છે કે મારા ત્રણ રંગ ની ઇજ્જત કરો એને સાચવો.

                    કેસરી રંગ શૌર્ય અને બલિદાનનું પ્રતીક છે. પરંતુ આજે દેશમાં બલિદાનની ભાવના જ નથી તારું મારું,નફરત જ જોવા મળે છે. કેસરી રંગ કહે છે કે હે માનવી મારા કેસરી રંગ ઝાંખો પડે એ પહેલા તમે એને સાચવો હું એમ નથી કહેતો કે બોર્ડર પર જઈને લડત લડીને દેશને સાચો સાચવો પરંતુ તમે લોકોની મદદ કરો, જ્યારે કોઈ વ્યક્તિ તકલીફમાં હોય ત્યારે તેને બચાવી ને તમે તેની રક્ષા કરો એ જ મારી અને મારા દેશની રક્ષા છે.


                      સફેદ રંગ એ શાંતિનું પ્રતિક છે સફેદ રણ કહે છે કે કે મારા સફેદ રંગમાં ડાઘો પડે એ પહેલા તમે મારા શાંતિના પ્રતિક રૂપ મારા આ સફેદ રંગને સાચવો. આજે દેશમાં મહદંશે ધર્મને લગતાં ઝઘડાઓ બંધ થઈ ચૂક્યા છે. પરંતુ આજે દેશમાં  જાતિવાદને ને લગતા ઝઘડાઓ ખૂબ વધી ગયા છે,બળાત્કાર,ચોરી લૂંટફાટ વગેરેને કારણે આજે દેશની શાંતિ ડહોળાઈ ગઈ છે. વિવિધતામાં એકતાના પ્રતિક સમાન આપણા દેશની એકતાને સાચવો અને દેશમાં શાંતિ જળવાઈ રહે એ માટે એક ડગલું આગળ વધો. બીજા કરશે અને હું કરીશ એવી ભાવના ન રાખતા હું કરું એ જોઈને બીજા કરશે એવી ભાવના રાખીએ ને આગળ વધો અને દેશમાં શાંતિ જાળવો.


                       લીલો રંગ એ સમૃદ્ધિનું પ્રતિક છે. લીલો રંગ એપણો દેશ કેટલો સમૃદ્ધ છે એ દર્શાવે છે. રાષ્ટ્રધ્વજનો આ લીલો રંગ કહે છે કેમ મારો આ લીલો રંગ ઝાંખો ના પડે એ પહેલા મને સાચવો. આજે તમે તમારી જરૂરિયાતોને પૂરી કરવા માટે વૃક્ષોનો નાશ કરો છો, જંગલો નાશ કરો છો, એને કારણે આજે દેશના તમામ લોકો હજારો મુસીબતો નો સામનો કરી રહ્યા છે. "જહાં ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા વો ભારત દેશ હે મેરા..." આજે આ ગીતને લોકો ખુશી ખુશી ગાય તો છે પરંતુ એનો મર્મ સમજતા નથી. આજે દેશમાં ખેતીનું પ્રમાણ પણ ખૂબ જ ઘટી ગયું છે અને વૃક્ષોનું પ્રમાણ તો  ખૂબ જ ઘટી ગયું છે. તો મારા લીલા રંગના સમૃદ્ધિના પ્રતિક ને જાળવી રાખવા માટે જંગલનો નાશ થતો અટકાવવો વૃક્ષો વાવો.

                        


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ