વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તે મને દુનિયા બતાવી દીધી

નિર્જીવ આંખોને રડાવી દીધી,

ભરોસાને રમત બનાવી દીધી,

તે મને દુનિયા બતાવી દીધી,


કોરા કાગળ પર તે મારી,

સહીઓ કરાવી લીધી,

તે મને દુનિયા બતાવી દીધી,


સપનાઓથી કંડારેલી મારી,

સ્મૃતિઓ છૂપાવી દીધી,

તે મને દુનિયા બતાવી દીધી,


તમે તો હતા આબેહૂબ છબી મારી,

છબી આ કોણે ચીતરાવી દીધી,

તે મને દુનિયા બતાવી દીધી...


મૃગજળથી થાપ ખાઇ લીધી,

જીવનથી યારી તોડાવી દીધી,

તે મને દુનિયા બતાવી દીધી...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ