વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચાલ!થોડું ખુદને વ્હાલ કરીએ!

ચાલ ! થોડું ખુદને વ્હાલ કરીએ


ચાલ ! થોડું ખુદને વ્હાલ કરીએ

દુનિયાને ભૂલી,ખુદનો ખ્યાલ કરીએ

ચાલ ! થોડું ખુદને વ્હાલ કરીએ


ખુશી જોઈ બીજાની ! ક્યાં સુધી ખુશ થાવાનું!

ગમતા રહી બીજાને ! ક્યાં સુધી એવા થાવાનું!

ફિકર એ સઘળી ભૂલી, 

ચાલ ! થોડા ખુદને ખુશ કરીએ

ચાલ ! થોડું ખુદને વ્હાલ કરીએ


જ્યાં સુધી જીવીએ ! બીજાને માટે જીવવાનું !

પોતાનીય ફિકર નહિ ! એમ કયા સુધી રહેવાનું!

બહુ જીવી લીધું બીજા માટે,

ચાલ ! થોડા ખુદને માટે જીવીએ

ચાલ ! થોડું ખુદને વ્હાલ કરીએ


'સ્નેહી' સાચો તારી ભીતર જ છે ! બીજે ક્યાં શોધે !

સ્નેહ થોડો આપ એને ! બહાર ક્યાં સુધી વહેંચે

બીજા માટે તો બહુ કીધું !

ચાલ ! આજે ખુદને love you કહીએ

ચાલ ! થોડું ખુદને વ્હાલ કરીએ


રચયિતા-અશોક પેથાણી 'સ્નેહી'



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ