વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ધરા ગુર્જર

           ધરા ગુર્જર


છે ધરા ગુર્જર રળિયામણી એવી

જે આવે અહીં એનો થઈ જાય છે


પગલે પગલે પાળિયા,સિંદૂરીયા થાપા

કહાણી શૌર્યની જુઓ કહી જાય છે


છે ધરા વિશ્વાસની જો માથું નમાવશો

તો પથ્થર પણ દેવતા થઈ જાય છે


પીલો પાણી નિર્મળ નદીઓ તણા સૌ

નર્મદા,સાબરમતી જુઓ વહી જાય છે


મોંઘેરા માન અહીં મહેમાન તણા એવા

દાતારી છે દીનની કે ખવડાવીને ખાય છે


મલક મારો મોંઘામુલો, માયાળુ, મનગમતો

ગુણગાન એના જુઓ 'સ્નેહી' ગાય છે


રચયિતા-અશોક પેથાણી 'સ્નેહી'






ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ