વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માફ કરજો

પોતે કોઈ છોકરી જોડે વાત કરો તો ચાલે પણ એ કોઈ બીજા જોડે વાત પણ કરે તો તમે એને ખરું ખોટું સંભળાવો છો તો માફ કરજો આ તમારો પ્રેમ હોય તો એવા પ્રેમની અમારે કોઈ જરૂર નથી.


પોતે બહાર ફરવા જાઓ તો ચાલે પણ એ જાય તો સત્તર સવાલો તો માફ કરજો આ તમારો પ્રેમ હોય તો એવા પ્રેમની અમારે કોઈ જરૂર નથી.


તમારો ફોન વ્યસ્ત આવે તો કંઈ નહીં અને એનો ફોન વ્યસ્ત આવે તો સીધું કોલ લીસ્ટ તો માફ કરજો આ તમારો પ્રેમ હોય તો એવા પ્રેમની અમારે કોઈ જરૂર નથી.


એની સાસરી એનું ઘર અને તમારી સાસરી એ સાસરી તો માફ કરજો આ તમારો પ્રેમ હોય તો એવા પ્રેમની અમારે કોઈ જરૂર નથી.


તમારા માતા - પિતા એનાં માતા - પિતા અને એનાં એ તો તારા માં ને બાપ તો માફ કરજો આ તમારો પ્રેમ હોય તો એવા પ્રેમની અમારે કોઈ જરૂર નથી.


તમે એને અપશબ્દો બોલો તો ચાલે અને એ બોલે તો સંસ્કાર વગરની તો માફ કરજો આ તમારો પ્રેમ હોય તો એવા પ્રેમની અમારે કોઈ જરૂર નથી.


તમે એનાં પર હાથ ઉપાડો તો મર્દ અને એ મસ્તીમાં મારે તો પણ ના ચલાવો તો માફ કરજો આ તમારો પ્રેમ હોય તો એવા પ્રેમની અમારે કોઈ જરૂર નથી.


તમે એનું કામ ના કરો તો ચાલે પણ એ ના કરે તો શું કરવા લાવ્યો છું તને એમ કહો છો તો માફ કરજો આ તમારો પ્રેમ હોય તો એવા પ્રેમની અમારે કોઈ જરૂર નથી.



🙏🙏🙏🙏🙏🙏🙏




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ