વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એ આવ્યો મેહુલિયો

               એ આવ્યો મેહુલિયો


જેની જોતાં'તા રાહ , એ આવ્યો મેહુલિયો

દિલમાં હતી જેની ચાહ, એ આવ્યો મેહુલિયો


ઘડી ઝરમર ઝરમર પછી વરસ્યો મુશળધાર

દિલમાં થયું વાહ વાહ, એ આવ્યો મેહુલિયો


તરસ હૈયાની છીપાવી એણે, થયું મન તરબોળ

દિલમાંથી નીકળે છે આહ, એ આવ્યો મેહુલિયો


'સ્નેહી' તો એના સ્નેહમાં એવો ભીંજાઇ ગયો

હવે નથી એને કઈ પરવાહ, એ આવ્યો મેહુલિયો


રચયિતા-અશોક પેથાણી 'સ્નેહી'

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ