વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જોઈએ ને !


જોઈએ ને !


દુઃખની ઘડીમાં કોઈ પોતાનું તો હોવું જોઈએ ને !

એ મારા છે એવું કોઈક ને તો થવું જોઈએ ને !


ભલે પાસે નહિ તો શું, દૂર તો હોવા જોઈએ ને !

સાથે ભલે ન હોય, મજબૂર તો હોવા જોઈએ ને !


દર્દભરી  દુનિયામાં દર્દ તો મળવાનું જ છે કાયમ,

દર્દમાં દિલાસો દેનાર કોઈક તો હોવા જોઈએ ને !


'સ્નેહી' સ્નેહની આશા તો બધા પાસે થોડી હોય, 

કહ્યા વિના જે સમજે કોઈક તો હોવા જોઈએ ને !


રચયિતા-અશોક પેથાણી 'સ્નેહી'


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ