વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જિંદગી


જિંદગી


જિંદગી ઘણા બધા દાવ શીખવી જાય છે

ન રમવાની કેવી રમત એતો રમી જાય છે


કોણ પોતાના કોણ પારકા ખબર ન હતી 

જિંદગીના ખેલ એ સૌને સમજાવી જાય છે


થવાનું હોય એ ક્યાં કોઈ દિવસ થાય છે

આ જિંદગી પણ કેવું ગજબ કરી જાય છે


'સ્નેહી' કસોટી તો પળે પળે થવાની જ છે

જીતે છે એ જે એમાં પાર ઉતરી જાય છે


રચયિતા-અશોક પેથાણી 'સ્નેહી'

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ