વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હોય ક્યાંથી !


હોય ક્યાંથી !


તું તો મારા અંતરમાં જ છે 

પછી તારાથી અંતર હોય ક્યાંથી !


તું તો મારી આંખોમાં જ છે

પછી આંખોથી અળગી હોય કયાંથી !


તું તો મારા દિલમાં જ છે

પછી દિલથી તું દૂર હોય ક્યાંથી !


'સ્નેહી'  મારી તું જ તો છે 

પછી તું મારાથી પારકી હોય ક્યાંથી !


રચયિતા-અશોક પેથાણી 'સ્નેહી'

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ