વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચા ની ચૂસકી


ચા ની ચૂસકી


તન મનમાં તાજગીને ઉમંગ ભરી દે

મેં કહ્યું : વ્હાલી એક કપ ચા કરી દે


ચૂસકી એની લેતા તન મન જાણે જાગે

મૌસમ હોય ગમે તે ચા સૌને પ્રિય લાગે

ચૂસકી ચાની મનમાં તાજગી ભરી દે

મેં કહ્યું : વ્હાલી એક કપ ચા કરી દે


કોઈ મૂડમાં નથી રહેતા જો ચા ન મળે

મજા ડબલ થાય જો બે દોસ્ત એમાં ભળે

ચસ્કો એવો લાગ્યો બીજો કપ ચા ભરી દે

મેં કહ્યું : વ્હાલી એક કપ ચા કરી દે


રચયિતા-અશોક પેથાણી 'સ્નેહી'


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ