વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રોજેકટ લાયન

જંગલ એ પૃથ્વીનો આનંદ છે.


ઉપરોક્ત વાક્યને ચરિતાર્થ કરતી તેમજ ગિરના સિંહો પર આધારિત આ નવલકથા "પ્રોજેકટ લાયન" ની બુક ભાવનગર ના બાળરોગ નિષ્ણાત ડૉ. આઈ. કે. વીજળીવાળા એ લખેલ છે.  આ બુકમાં ગિરનાં સિંહો વિશે તમને નીતનવી વાતો જાણવા મળશે. ગિરનાં લોકોનો તેમજ ગિરનાં ફોરેસ્ટ ઓફિસર્સનો સિંહો પ્રત્યેનો લગાવ થોડીક વાર માટે તો આપણને ઈમોશનલ કરી દે છે.

આમતો સાવજ એટલે સોજામાં સોજુ પ્રાણી (ગિરનાં નેસમાં વસતા લોકો માટે) પરંતુ થોડાક કેટલાય સમયથી સિંહોના બદલાયેલા અને અજીબ વર્તનથી ગિરનાં નેસમાં વસતા લોકો તેમજ ફોરેસ્ટ ઓફિસર્સ અચંબામાં પડી ગયા હતા. જનરલી, સિંહ કયારેક ગામમાં આવ્યો હતો ત્યાંના લોકોને ખલેલ પહોંચાડતો નહીં બોવ બોવ તો કયારેક હાંકલ મારવી પડતી અથવા તો ડાંગ બતાવવી પડતી અને હાંકલ મારવાથી સાવજ ચાલ્યો પણ જતો. પરંતુ અહીં કાંઈક અલગ જ દ્રશ્ય જોવા મળે છે- કેટ કેટલી વાર હાંકલ મારવાથી પણ સાવજ વળતો નો'તો ઉલટાનો એ ઘુરકીને સામો થાતો જાણે એનો ઈરાદો ધમકીભર્યો હોય કે અમારો એરિયા ખાલી કરો !!  માણસની માફક ઊભાં રહીને દરવાજા નો આગળિયો પોતાના પંજાથી ખોલવો !!!  જેના ઉપર પણ હુમલો કરતો એને સાવ મારી નાખવાને બદલે ખાલી પગ ઉપર જ વાર કરતો અથવા તો એના દાંત બેસાડી દેતો જાણે એનો ઈરાદો મારવાનો નહીં પરંતુ ચેતવણી આપવાનો હોય !! કદાચ સાવજ પણ સમજવા માંડ્યા હોય કે માણસ અમારો ખોરાક નથી. દિપડાની માફક ઝાડ પર ચઢી જવું, પ્લાનીંગથી શિકાર કરવો, દસ-બારના ગૃપમાં આવી અડધાં સિંહો માણસોને ડરાવવામાં  busy રહેતાં ત્યાં સુધીમાં અન્ય સિંહો પાછળથી માલઢોરનો શિકાર કરીને ત્યાં ને ત્યાં ખાતા (સામાન્ય રીતે સિંહો તેના શિકારને ઢસડીને દૂર લઈ જઈને ખાતા), આગની બીક પણ નહોતી રહી હવે.

જંગલ ખાતાનાં ઓફિસર્સે છેલ્લા કેટલાય દિવસોથી સિંહોના વધતાં જતાં હુમલા જોઈ અને બધી જ જગ્યાએ તપાસ કરી તેમજ લોકોની બાતમીના આધારે તારણ કાઢ્યું કે નક્કી કાંઈક તો સિંહો સાથે નવાજુની થઈ જ છે. ઉપરાઉપરી આઠ થી દસ કેસ એવા આવ્યા કે જેમાં સિંહો એ માત્ર પગમાં જ ઈજા પહોંચાડી છે. આ મેટર છેક ગાંધીનગર Principal Chief Conservator Forests સુધી પહોંચે છે. એ લોકો એ તો સિંહોને અન્ય રાજ્યો અથવા તો દેશમાં મોકલવા સુધીનું નક્કી કરી રાખેલું હોય છે. પરંતુ ACFO અનુજ સિંહા આવુ કરવા દેવા નહોતા ઈચ્છતા, તેઓ ગીરની શાન અને ઘરેણું એવા સિંહોને અહીં ગીરમાં જ રાખવા ઈચ્છતા હતા. તેઓ ઉપરી અધિકારી સમક્ષ એક વિનંતી કરે છે કે અમને દસેક દિવસ આપો અમે સિંહોના આ અજીબ વર્તન પાછળનું કારણ શોધી કાઢીશું.

અનુજ સિંહાને એમની મિત્ર અંજલી કે zoology ની પ્રોફેસર હોય અને તે "પ્રાણીઓના બદલાયેલા વર્તન" - વિષય પર PH.D કરતી હોય છે એમની મદદ મળે છે. જેવું સાંભળવા મળે કે સિંહો એ ડેરો જમાવ્યો છે ત્યાં તરત જ પ્રાણી  ડોક્ટરની ટીમ સાથે પહોંચી ને એકાદ બે સિંહોને દૂરથી ટેલિસ્કોપ ગનની મદદથી  ડાર્ટ  (ઘેનનુ ઈન્જેક્શન ) મારી ને એને ધેનમાં લાવી દેતા. અને એ સિંહોની આંખોનાં ફોટા પાડતા અને બ્લડના સેમ્પલ લઈ લેતા. અંજલીને એ જાણીને આશ્ચર્ય થાય છે કે ઘેનનાં ઈન્જેકશનથી સિંહોની આંખો પહોળી થવાને બદલે સંકુચિત- Pin Point Pupil છે. અને સિંહોને ધેનમાં લાવવા માટે બે થી વધારે ડોઝની જરૂર પડે છે. એને લાગ્યુ કે નક્કી સિંહોની માનસિકતા બદલાઈ ગઈ છે. એનો IQ સામાન્ય કરતાં વધી ગ્યો છે જેને લીધે કોની પર હુમલો કરવો ન કરવો એ જાણવા માંડ્યું છે. જયારે બ્લડના સેમ્પલ આવ્યા ત્યારે ખબર પડી કે એનાં લોહીમાં ઓર્ગેનોફોસ્ફેટ નામનું ઝેરી તત્વ ભળી ગયુ છે જે directly તેના ચેતાકોષોને અસર કરે છે. જેને લીધે તેના વર્તનમાં આવો અજીબ ફેરફાર જોવા મળે છે. અને આ તત્વ આ લોકોમાં પાણીની મારફતે આવેલ છે. સિંહો ઘણીવાર પાણી પીવા ખેતરો સુધી આવે છે. અત્યારે જે pesticides આધારિત ખેતી કરવામાં આવે છે એને લીધે આજુબાજુની ખેતરાળ જમીન તેમજ પાણીનાં તળાવો આવા કેમીકલ્સ થી દૂષિત થાય છે. આ પાણીનાં તળાવોનું પાણી પીવાથી પેલું ઝેરી તત્વ એનામાં આવ્યુ. આ અંગેની જાણ સ્ટેટ ફોરેસ્ટ ઓફિસર તેમજ Principal Chief Conservator Forests ને કરવામાં આવે છે તેઓ સિંહોને બહાર મોકલવાનું મૂલતવી રાખીને "સેવ લાયન" પ્રોજેકટ અંતર્ગત સિંહોની સારવાર કરીને પહેલાની જેમ નોર્મલ કરવાનું કહે છે. આ માટે સિંહોને એટ્રોપીન અને ઓબીડોક્ષાઇમનાં ડોઝ આપવામાં આવે છે. છએક મહિનામાં ગિરનાં સિંહો પહેલા જેવા સોજા અને ડાહ્યા.

    Ok fine તો આ હતો "પ્રોજેકટ લાયન" બુક નો મારો રીવ્યુ. જોયું કે ગિરની શાનને એવા સાવજોને બચાવવા માટે ઓફિસર્સ પોતાની નોકરી પણ દાવ પર લગાડી દે છે. ગિરનાં નેસનાં લોકો સિંહોને હાંકલ પણ કેવી લાગણીથી મારે છે કે જાણે પોતાનાં છોકરાઓને વઢતા હોય એમ. કુદરતના નિયમમાં સહેજ ફેરફાર થાય એટલે માણસજાત કેવી લબડધક્કે લેવાય જાય છે - આ બાબત સિંહોના બદલાયેલા વર્તન દ્વારા જાણવા મળી. અને અંતમાં જયારે અનુજ સિંહા સાહેબનું ધ્યાન ભારતીય ફોરેસ્ટ લોગો પર જે વાકય લખેલું હતું ત્યાં જાય છે  - अरण्यः ते पृथ्वी  स्योनमस्तु । જેનો અર્થ થાય છે - જંગલ એ પૃથ્વીનો આનંદ છે. આ વાક્ય જોઈને સિન્હા સાહેબને હાશકારો થાય છે.

આપ સૌને વિનંતી છે કે આ બુક ખરીદજો અને વાંચજો. 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ