વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

Wake up call

શું કસૂર હતો એ નાની બાળકીનો કે એક ખીલતા ફૂલને હેવાનોએ કચડી નાખ્યું.આજે એક માતા એની ૫ વર્ષની બાળકીને પણ હવે ઘરની બહાર મોકલતા ડરે છે કે મારી દીકરી જોડે પણ આવું થશે તો?હવે બોલો કે આના માટે ટૂંકા કપડાં જવાબદાર છે કેમ નથી બોલતા ટૂંકા કપડાં નહિ તમારી ગંદી સોચ જવાબદાર છે.


રોજ રોજ હવે તો હેવાનીયતની હદો વધતી જાય છે.રોજ સ્ત્રીઓની અસ્મિતાનો જનાજો કાઢવામાં આવી રહ્યો છે. આજે ભારતના એક પણ ખૂણામાં સ્ત્રીઓ સલામત નથી.


આજે દરેક જગ્યાએ દુઃશાસન સ્ત્રીઓની ઈજજતની નીલામી કરી રહ્યા છે.૨૦૨૦માં જયારે લોકડાઉન હતું ત્યારે સ્ત્રીઓ સુરક્ષિત હતી પણ જેવું લોકડાઉન ખુલ્યું નથી કે હેવાનોએ એમની હેવાનિયત ચાલુ કરી દીધી.


છોકરીઓની સુરક્ષાના દાવા કરતા હતા એ બધા ક્યાં છે?આજે આ એક સળગતો પ્રશ્ન છે કે દેશની દીકરીઓ સુરક્ષિત ક્યારે થશે?


વર્ષના ૩૬૫ એ ૩૬૫ દિવસ અત્યાચાર થાય છે આજે પણ અસંખ્ય અત્યાચારો થાય છે પણ હજી એ સરકાર કુંભકર્ણની ઊંઘે, ઊંઘે છે આજે કોના પર વિશ્વાસ કરીએ અમે લોકો...કોઈ રહ્યું છે બાકી વિશ્વાસ કરવા જેવું અમારાં લોકો જ હેવાન બની રહ્યા છે.


આજે આ હેવાનો દરેક રાજ્યમાં પોતાનું સામ્રાજ્ય બનાવી રહ્યા છે.જંગલરાજ જેવી સ્થિતિ બનતી જાય છે આવા લોકોને તો ખુલ્લેઆમ મોતના ઘાટ ઉતારી દેવા જોઈએ તો જ બીજા આવા હેવાનોને ખબર પડશે બાકી આ લોકો એમ સુધારે એવા લાગતાં નથી.


દેશમાં દરરોજ અબુધ બાળકીઓથી લઈને આધેડ મહિલાઓ પર દુષ્કર્મ થાય છે હવે તો જાગો સરકાર હજી પણ તમારે જાગવું ના હોય તો દરેક સ્ત્રીઓને જોડે ગન રાખવાનું લાયસન્સ આપો અમે અમારી રક્ષા જાતે તો કરી શકીએ.


શું માત્ર ન્યાય આપવો કાફી છે?શું આપણે સૌ ત્યારે જ જાગીશું જ્યારે આવી ઘટના આપણામાંથી કોઈની સાથે થશે?


આપણે પુરુષોને એ સમજાવવાની જરૂર છે કે મહિલા માત્ર એક મા, બહેન કે પત્ની નથી. તે એક પોતે એક જીવતીજાગતી વ્યક્તિ છે, અને તેને એવી રીતે જ જોવાની જરૂર છે.


પુરુષોને એ સમજાવવાની જરૂર છે કે મહિલા એ ભોગની વસ્તુ નથી.


મારું મન એ માનવા માટે તૈયાર નથી કે જે દેશમાં લક્ષ્મી, દુર્ગા અને પૌરાણિક નારી સ્વરૂપોની દેવી તરીકે પૂજા કરવામાં આવતી હોય, એમને પુરુષ દેવતાઓની બરાબરીમાં સ્થાન આપવામાં આવે છે કે પછી મંદિરમાં વિશેષ સ્થાન આપવામાં આવે છે અને પુરુષો પણ પૂરા શ્રદ્ધાભાવ સાથે આ દેવીઓની પૂજા કરતા હોય છે તે છતાં આવું કેમ છે?


આવી દેવીઓનાં માનવીય સ્વરૂપોને ચાર દીવાલોની અંદર, પોતાના જ બિસ્તર પર આ જ પુરુષ સમાજમાં આટલા જુલમ અને અત્યાચાર કેમ સહન કરવા પડે છે?


આપણે સ્ત્રીઓને તેમનાં વસ્ત્રોને કારણે કે પછી તે ઘરેથી મોડે સુધી બહાર નીકળે છે તે બાબતમાં દોષ દઈ શકીએ નહીં.આ નાની બાળકી ક્યાં નાનાં વસ્ત્રો પહેરીને બહાર ગઈ હતી?છે કોઈ જવાબ કોઈ પાસે?


આવા સમાચારો સાંભળીને મારું લોહી ઊકળી ઊઠે છે.


આપણી સરકાર બેટી બચાવો અને બેટી પઢાઓ માટે ઝુંબેશ ચલાવે છે, પરંતુ સરકાર નોકરી-વ્યવસાય કરતી નારીઓ માટે સુરક્ષિત માહોલ ઊભો કરવામાં અસમર્થ હોય તેમ લાગે છે.


ખાલી બેટી બચાવો અને બેટી પઢાઓથી હવે કંઈ નહી થાય હવે બેટીને હથિયાર આપો તો કંઈક થશે.


"ફરી જનમ્યો દુશાશન કોઈ સ્ત્રીની

અસ્મિતા લૂંટવા આજ,


ફરી ઉઠ્યો છે આજ લોકોનો પોકળ

અવાજ વિરોધ કાજ,


રે માનવી તું ફરી ભુલ્યો તારી સંસ્કૃતિ

ને ભુલ્યો એ ગરવો ઇતિહાસ.


ફરી વહેતી થઈ નારી સલામતીની પોકળ વાત

ફરી થશે બધા ચૂપ વિસરીને આ દર્દનાક યાદ.


હે કાન્હા, હવે અમે ઉઠાવીએ હથિયાર

નાશ કરવા આ નરાધમો ને અધર્મીઓને કાજ."




દેશની એક દીકરી

હેમાની પટેલ"તસ્વી"✍️✍️✍️





ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ