વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દીકરી મારા

દીકરી મારા....


દીકરી મારા જીવનનો શણગાર;

દીકરી મારા રણઝણનો રણકાર...!!


દીકરી મારા પાલવનો પલકાર;

દીકરી મારા આંગણનો અસવાર...!!


દીકરી મારા ધડકનનો ધબકાર;

દીકરી મારા શબદનો શાહુકાર...!!


દીકરી મારા સારપનો સથવાર;

દીકરી મારા બાગતણો ઉપહાર...!!


દીકરી મારા અસ્તિત્વનો પડકાર;

દીકરી મારા ઘડપણને ઘડનાર...!!


દીકરી મારા જાગ્રતનો અણસાર;

દીકરી મારા સમગ્રતાનો  આવકાર...!!


ફાલ્ગુની રાઠોડ (ફાગ)

નવસારી







ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ