વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બેહદ છતાં હદમાં રહે..

બેહદ છતાં હદમાં રહે..

આગળ વધે પાછળ ઘટે,
સંતાકૂકડી એ પણ રમે,
બેહદ છતાં હદમાં રહે..

વલખાં મારીને થાકે,
ભરતી અને ઓટ લાવે,
બેહદ છતાં હદમાં રહે..

અંદર ઊંડો એ બને,
કિનારે છીછરો રહે,
બેહદ છતાં હદમાં રહે..

થાકી ફીણ-ફીણ બને,
છતાં નવપલ્લવિત રહે,
બેહદ છતાં હદમાં રહે...

સૂરજ સંગ તપતો રહે,
સંગ એ ચમકતો રહે,
બેહદ છતાં હદમાં રહે...

મોટાં-મોટાં જહાજ વહાવે,
તોય એ કદી ના થાકે,
બેહદ છતાં હદમાં રહે.

વિશાળતાનું રૂપ ધરીને,
આભમાં વાદળ બને,
બેહદ છતાં હદમાં રહે.

જીવજંતુઓ એમાં રહે,
મુક્ત બની વિહરે,
બેહદ છતાં હદમાં રહે.

પૂર્વી પટેલ. ⚘????

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ