વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ખેલ



                          ' હા , આજે રિઝલ્ટ આવી ગયું. સાંજે સાત વાગ્યે આવ્યું પણ હું નોકરીએ હતો માટે ઘરે આવ્યો પછી ચેક કર્યું. કઈ નહીં સારા માર્કસે પાસ થઈ ગયા હવે ગંગા નાહ્યા.. જોઈએ હવે આગળ શું કરવું ? કઈ નહીં આજે રાત્રે પહેલાની જેમ કોન્ફરન્સ કોલ કરીએ અને ગપ્પા મારીએ ઍન્ડ આરવની જરા મસ્તી કરીએ! હું તને રાત્રે દસ પછી કોલ કરું..હા બાય! ' ...એમ દેવાંગે એટલું કહી કોલ કટ કરી નાખ્યો.


        એટલામાં મને કોઈ અનનોન નંબર પરથી કોલ આવ્યો.

અમે જમવા બેઠા હતા અને રિંગ વાગી. રિંગ આખી વાગી એટલે મને ડાઉટ થયો , મનમાં થયું સાલું કોઈ કામનો કોલ હશે ? હાથ ધોઈ ફટાફટ કોલબેક કર્યો. 


હું : હેલો કોણ તમે ?


સામેથી : હું , ઇન. દેવનાથ રાઠોડ , વલ્લભકોલોની પોલીસ સ્ટેશનથી બોલું છું. તમારું કામ હતું માટે તમને કોલ કર્યો છે. 


હું : (ગભરાઈ ગયેલા અવાજે) હા , સર.. કશું થયું ? મને કેમ કોલ કર્યો અને મારું શું કામ આવી પડ્યું ? મારાથી ભૂલ થઈ ગઈ છે ? 


ઇન. દેવનાથ : કાલે સવારે અહીં આવી જજો...( ફોન કટ )


      આખીય વાત મારા પિતાને કરી અને શાંતચિત્તે હું બેઠો. મને થયું એવું શું થયું હશે ? મને જ કેમ કોલ કર્યો ? મેં કોઈ અપરાધ કરી નાખ્યો છે કે શું ? એ આખીય રાત ચિંતામાં કાઢી. મારા સર્કલમાં બધાને પૂછ્યું ' તમને કોઈને ઇન.નો કોલ આવ્યો હતો ? તમને બોલાવ્યો છે આવતીકાલે પોલીસ સ્ટેશનમાં ? એવી કોઈ ઘટના બની છે જે મારી જાણ બહાર થઈ હોય ? પ્લીઝ આન્સર મી........


મારી સાથે બનેલી વાત મારા સર્કલના વોટ્સએપ માં નાખી દીધી. એકપછી એક બધાના મેસેજ આવવા લાગ્યા. કોઈને ખબર હતી નહીં તેમજ કોઈને પણ પોલીસનો ફોન ગયો હતો નહીં.. દરેકે એવું જ કીધું ' ચિલ યાર...ઇટ્સ નોર્મલ '


બીજી સવારે હું પોલીસ સ્ટેશનમાં ગયો. ઇન. હાજર હતા નહીં અને મને બેસવાનું કહ્યું.. હું બે કલાક જેટલું બેઠો અને મને કોલ આવ્યો..

હું : કોણ ?


સામેથી : (સ્ત્રીનો અવાજ ) હું આરવની બહેન બોલું છું. મને ખબર છે કે આરવ ક્યાં ગયો છે એ તું જાણે છે.. બોલ બકા આરવ ક્યાં ગયો છે ? ગઈ કાલ સાંજનો ઘરે આવ્યો નથી! આરવને તારી સાથે વધુ ફાવતું હતું માટે તને કોલ કર્યો..બકા મને કહે જલ્દી મારો ભાઈ ક્યાં ગયો છે અને કોની જોડે ગયો છે ? મારો ભાઈ કોની સાથે......(પછી રડે છે)


હું : સાંભળીને ચોંકી જાઉં છું. એટલું જ કહું છું ' સોરી , બટ મને અત્યારે ખબર પડી આરવ ક્યાંક ભાગી ગયો છે અથવા જતો રહ્યો છે. મને સાચ્ચે નથી ખબર.....


       એટલામાં ઇન. આવી જાય છે. હું ફોન કટ કરી તેમની સામે ચેરમાં બેસી જાઉં છું. એ મને સતત પૂછ્યા કરે છે ' આરવ ક્યાં ગયો ? કોની જોડે ગયો ? કેમ ગયો ? શું કરવા ગયો ? કોઈને લઈ ને ભાગી ગયો ? કેમ તને ના કીધું ? તે ભગાડ્યો છે આરવને ? તે આરવ સાથે કશું કરી દીધું છે ? 

      જોયું હોય સતત સવાલો મને પૂછી લીધા. હું ગભરાઈ ગયો. મને ખરેખર ખબર હતી નહીં કે આરવ ક્યાં ગયો છે. 


હું તેમને સમજાવતો રહ્યો પણ ઇન. મારુ માનતા નહીં. ઇન.એમ કીધું કે 'તારા અને એના વોટ્સએપ ચેટ અમે વાંચી લીધા છે , અમે તમારા કોલ રેકોર્ડિંગ સાંભળ્યા છે. આરવ જોડે તારું સારું હતું અમને ડાઉટ છે તે આરવને ભગાડી દીધો છે.'


પુછપરછ અંતે મને જવા દીધો. મારા ઘરે આખીય વાત કરી અને આરવની બહેન જોડે પણ વાત કરી. 

   આરવની બહેને કીધું ' એ ટેલીના ક્લાસનું કહી સાંજે પાંચ વાગ્યે ઘરેથી નીકળી ગયો. સાંજના સાત વાગ્યા પહેલા આવી જાય પણ રાતના આઠ વાગ્યા ત્યાં સુધી આવ્યો નહીં એટલે અમને એમ હમણાં આવી જશે! અમે તેને કોલ કર્યા પણ ઉપાડતો નહીં , એ રોજ ચાલતો જાય અને તે દિવસે એકટીવા લઈને ગયો તેમજ એનું ડેબિટ કાર્ડ સાથે લઈને ગયો. અમે કેટલાય કોલ કર્યા પણ.........છેવટે અમે પોલીસ ની પાસે ગયા અને એફ.આઈ.આર કરી. એણે એના ખાતામાંથી પુરા પચીસ હજાર ઉપાડી લીધા , એક્ટિવા રેલવેના પાર્કિંગમાં પાર્ક કરી દીધું. સવાલ એ છે એ ગયો ક્યાં ? કેમ ગયો ? કોના કારણે ગયો ? આરવ માત્ર એટલું કહેતો તે કોઈના કારણે હેરાન થઈ ગયો છે...


       આરવની બહેને ફોન કટ કર્યો અને હું ચિંતાના વમળે ચોંટ્યો. મને યાદ આવ્યું સૌથી વધારે હું આરવને હેરાન કરતો હતો , સૌથી વધારે મસ્તી હું કરતો. આરવને મસ્તીમસ્તી માં હું મારતો પણ ખરો! મને મનમાં થયું ' મારા કારણે આરવ ભાગી ગયો છે ? '


                    હું સતત ત્રણ દિવસથી પોલીસ સ્ટેશનમાં જતો.. એના કારણે મારી નોકરી પણ છૂટી ગઈ અને મારી ઈજ્જત પણ ગઈ. મને થયું મેં કશું કર્યું નથી તો હું હેરાન કેમ થાઉં છું ? મને કેમ આ સહન કરવાનું આવે છે ? મારા કારણે કોઈ હેરાન થયું એ સજા મળી છે.. એ રાત્રે ખૂબ રડ્યો મને યાદ આવી એક ઘટના....

(જૂની ઘટના)


આમ આરવ જરા સ્ત્રેણ સ્વભાવનો..મતલબ એ નિર્દોષ પણ એને ખબર નહીં તેના આ ગુણને કારણે તે કેટલો હેરાન થતો. આખીય કોલેજમાં એની કોઈ ઈજ્જત નહીં , એના કોઈ ખાસ મિત્ર નહીં , એનું કોઈ સાંભળે નહીં. એવામાં મારી જોડે એની મિત્રતા થઈ અને મારી જોડે સારું ફાવતું. હું ક્યારેય કોઈને હેરાન કરતો નહીં , તે વાત તેને મારી ગમી ગઇ. ધીરેધીરે મારા સર્કલમાં તે બધાને ઓળખવા લાગ્યો અને મારા સર્કલમાં સેટ થઈ ગયો. 

  મારી પાકી મિત્ર એવી સના પર લાઈનો મારતો અને સના પણ તેનામાં ફસાતી ગઈ. ધીરેધીરે સના મારાથી દૂર થતી ગઈ અને તેની નજીક વધતી ગઈ. એ વાત મને મનમાં વાગતી એના કારણે હું આરવ પર ગુસ્સે રહેતો... આરવના એ સ્વભાવનો લાભ લઇ મેં તેની ઉડાવવાની ચાલુ કરી. તેને હું ગમેતેવા શબ્દો કહેતો અને મારો ગુસ્સો ઉતારતો.. હું તેને મારતો પણ અને બધાની વચ્ચે તેની ઈજ્જત કાઢવામાં શરમ રાખતો નહીં..

             એકવાર , આરવે બધાની વચ્ચે કહી દીધું હતું ' દેવાંગ યાદ રાખજે , તને હેરાન કરીને મૂકી દઈશ! તારી ઈજ્જત તારી નોકરી બધું જતું રહેશે! , સના મારી જોડે આવશે અને તું જોતો રહી જઈશ.......'

(વર્તમાન)


બીજા દિવસે મારા વોટ્સએપમાં મેસેજ આવ્યો,

હેય , આઈ એમ કમ હિયર.....ડોન્ટ વરી યાર! 

આરવ!


    એ વાંચીને હું ખુશ થઈ ગયો , મને મનમાં થયું સરસ ' એણે કશું આડુંઅવળું પગલું નથી ભર્યું ' મેં એના દીદીને મેસેજ ફોરવર્ડ કર્યો અને બીજી સવારે આરવ ઘરે આવી પણ ગયો.. આરવે સ્પષ્ટ કહી દીધું ' મારા મિત્ર દેવાંગનો કોઈ વાંક નથી. હું મારી જાતે અને મારા સ્વતંત્ર વિચારને આધારે ગયો હતો. દેવાંગ તેમજ અન્ય કોઈ મિત્રનો હાથ નથી '


હું ત્યારે તેની સામે હતો અને તરતજ આરવને ગળે ભેટ્યો. મેં કીધું ' દોસ્ત ભૂલ થઈ ગઈ અને માફ કરી દેજે ' 

એ સાંજે અમે ભેગા થયા અને આરવે કીધું ક્યાં ગયો હતો..


   હું તે દિવસે ટેલીના કલાસ કહીને ઘરેથી નીકળી ગયો. જોડે ડેબિટ કાર્ડ અને એકટીવા લઈને ગયો..તરતજ એટીમમાં જઈ પૈસા ઉપાડ્યા અને એક્ટિવા લઈ રેલવના પાર્કિંગમાં ગયો. ત્યાં જઈ ઉટી ની ટ્રેઈનની ટીકીટ લીધી. ફોન મારો બંધ કરી એક્ટિવાની ડેકીમાં નાખી દીધો અને આરામથી હું નીકળી ગયો...ત્રણ-ચાર દિવસ બાદ અહીંની ટ્રેઈન મળી અને આવી ગયો.

     હાથે કરીને દેવાંગ જોડે છેલ્લા પંદર દિવસથી મેસેજ કરતો..એને કોલ કરતો અને સનાની વાતો હાથે કરીને કરતો..ઘરમાં પણ તારું નામ વધારે લેતો , તારો નંબર પણ આપી દીધો માટે લાગે આ પાકો મિત્ર છે.. હાથે કરીને કોલ્સ કરતો અને હું રેકોર્ડિંગ કરી દેતો માટે પ્રૂફ રહે! મારા જવાના આગલા દિવસે હાથે કરીને હું ઝગડયો હતો , માટે લાગે તારા કારણે હું ભાગી ગયો..દેવાંગ આ બધું હું હાથે કરીને કરતો અને તને ખબર પડે એટલે!

" એમ કહી આરવે વાત પૂરી કરી "


       જો આરવ સના મારી જ છે... ભલે તે આવી મસ્તી કરી પણ સના માટે હું ચલાવી નહીં લઉં..

     " દેવાંગે વાત પૂરી કરી અને નીકળી ગયો "


એમ કહી બધા મિત્રો છુટા પડ્યા. દેવાંગના મનમાં એક વાત ચાલી ' આરવે સના માટે કર્યું કે મને હેરાન કરવા માટે. આરવે આવું એટલા માટે કર્યું કારણકે મેં તેને હેરાન કર્યો! મને વાતમાં કંઈક અલગ લાગે છે....જરૂર આરવ છુપાવે છે. 

               

શુ છુપાવતો હશે આરવ! સના માટે કર્યું કે પછી મને ફસાવવા માટે ?


  

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ