વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમ છે!

ઝાકળ સમો પરપોટો એ પ્રેમ છે?
કે સાવ તુચ્છ અને ખોટો એ પ્રેમ છે!
વ્યર્થ પ્રયત્નો કર્યા સાચવીને રાખવાના,
તોય પડયો કાળજે લીસોટો એ પ્રેમ છે!
લ્હાય લાગી તોય બળતરા ઓછી છે,
કે પછી ગભરામણ નો ગોટો એ પ્રેમ છે!
ચુંબકીય શક્તિ હશે એમ માની લીધું"અંતિમ"
બાકી આમ ખેંચે ના એનો ફોટો એ પ્રેમ છે!

ડૉ.સંજય જોષી

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ