વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ડર

સાચું કહું તો હવે ડર લાગે છે,
ઘરે વહેલા જવામાં, ઘર માંથી વહેલા ના નીકળવામાં, કેમ કે એમની યાદો ઘેરી વળે છે ચોતરફ.... ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ને પણ હવે અડતા સાચે બીક લાગે છે કેમ કે ત્યાં પ્રેમ ની વાતો જોઈને દઝાય જવાય છે અને નફરત ની વાતો થી વળી પાછા એ યાદ આવે છે અને ગભરામણ જેવું થઈ જાય છે.
આટલી ઉંમર માં હજુ એનું એ જ વિચારી વિચારી ને બધું ધૂંધળું લાગવા લાગે છે. હવે તો ડર એ વાત નો પણ લાગે છે કે બધા જ આવા હશે શું??? કલ્પના માત્ર થી હવે ડર લાગે છે.
સ્થિર બુદ્ધિ ના જે અમે હતા આજે સતત અસ્થિરતા તરફ દોરાઈ રહ્યા છીએ.
શબ્દેશબ્દ કાન માં ગુંજે છે અને વિહવળતા તો એટલી છે કે જાણે આઈ.સી.યુ ના બેડ ઉપર હોય અને ઓક્સિજન કોઈએ બંધ કરી નાખ્યું હોય.
નર્યો તરફડાટ અને વલોપાત...
બસ હવે સાચું કહું તો હવે ડર લાગે છે...

ડો.સંજય જોષી.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ