વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બાપુ હું શું બોલું?

"બાપુ હું શું બોલું?"



ગાંધીના નામે લે શપથ,

ત્યારે સૌનું મગજ બગડે,



સત્ય અને અસત્યની રમતમાં,

સંસદમાં બાપુનું નામ બગડે!



સંસદમાં લટકાવેલા ગાંધી,

પણ આંખો મીંચીને હસે,



બાપુના નામે ચરતા લોકો,

સત્ય બોલતા પણ અટકે,



સંસદમાં મારામારીના દ્રશ્યો,

બહાર આવીને સૌ હસે,



કેટકેટલા પેન્શનમાં અટવાયા?

એકઝાટકે...

સાંસદો પેન્શન લીધા પછી હસે,



કેટકેટલા  લોકોને ઉલ્લુ બનાવ્યા!

ગાંધીજી પણ હવે ના ટકે!



ગાંધી વિચારો ભૂલાયા ને,

પુસ્તકો સુધી જ એ ટકે!



કાવડિયા ગાંધીના નામના,

બે નંબરના સૌથી વધુ ટકે,



હવે બોલીને હું શું કહું?

બાળકો સુધી જ ગાંધી હશે!

~~~~~~~~~


ગાંધી ચશ્મા છે હજુ  મારી પાસે,

પણ બાપુ જેવી નજર જ ક્યાં છે?


~~~~~~~

ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રી જયંતિની શુભકામનાઓ ???????? જય હિન્દ ???? વંદેમાતરમ્ ????

@કૌશિક દવે




















ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ