વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પૂ. બાપૂને..

જન્મદિન આપને ખૂબ-ખૂબ મુબારક બાપૂ….

હર વર્ષની જેમ અમે ધામધૂમથી મનાવીશું બાપૂ… ,

શાળા,કોલેજ અને કચેરીઓમાં જાહેર રજા રાખીશું બાપૂ…

શ્રમને પૂજનારાના જન્મદિને શ્રમ બંધ પાળીશું બાપૂ….

સ્વતંત્રતા કાજે સાથીઓ સંગ લડનારા બાપૂ…

આજે સરકારી કચેરીમાં નહેરૂ  સંગ શોભતા બાપૂ….,

ગાંધી આદર્શની વાતો હવે તો # થી થતી બાપૂ…

વાસ્તવિકતા તો તમે જાણો જ છો બાપૂ….

કહેવાનું ફક્ત એટલું જ કે દેશવાસીઓ મજામાં છે બાપૂ…

ફક્ત અહિંસા નો ‘અ’ ખસીને સત્ય આગળ લાગ્યો બાપૂ….,

હવે હિંસા અ-સત્ય સાથે દોડતી બાપૂ….

જુઓ ને ન્યાયની દેવી બંધ આંખે રડતી બાપૂ….

 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ