વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારા જીવનની વાસ્તવિક કહાની ભાગ-૧

આ મારી વાસ્તવિક જીવન ની કહાની છે જેમાં મારી સાથે બનેલી બધી સત્ય ઘટના નું વણૅન કર્યું છે।


મારું નામ ભાર્ગવ જગડ(કૃષ્ણ) છે હું ભાવનગર નો નિવાસી છું મને વાંચવું લખવું ખૂબ જ ગમે છે.


મારો જન્મ એક સામાન્ય પરિવાર માં થયો હતો જન્મ થયો ત્યારે જ પેટી માં રાખવામાં આવ્યો હતો. મને જન્મ થી જ હાટૅ નો પ્રોબ્લેમ હતો મારા મમ્મી પપ્પા ને બોવ ચિંતા હતી હું જ ઘરમાં સૌથી લાડકો હતો મારા પછી બધા ના ઘરે છોકરા આવતા થયા હતા એટલે બોવ ચિંતા હતી બધા ને અને દુઃખ પણ એટલું જ હતું.


ધીમે-ધીમે મોટો થયો પછી મને આંગણવાડી માં બેસાડ્યો હતો મમ્મી મુકવા આવતા અને હું રડતો ત્યારે હાફ ચડતો હર્દય ની બિમારી ને કારણે પછી મમ્મી મારી બાજુ માં બેસતા  હું જમી પણ નો સકતો એવી હાલત હતી મારી એમ કરીને આંગણવાડી પુરું કર્યું.


પછી મને પહેલા ધોરણમાં બેસાડ્યો હતો એ શાળા ગુરુકુળ હતી મારા મમ્મી-પપ્પા નું પણ સપનું હતું મારો છોકરો આગળ ભણે અને નામ રોશન કરે.


પહેલા ધોરણમાં હતો ત્યારે બોવ ખબર નો પડતી બધા દોડતા તો હું પણ દોડતો પણ દોડી નો શકતો હાફ જ એટલો ચડતો હતો ઘરે આવી ને રડું કેમ નથી દોડી શકતો માંડ પહેલું ધોરણ પાસ કર્યું.


બીજા ધોરણમાં આવ્યો ત્યારે એક શિક્ષક નો સાથ મળ્યો અને એણે કિધું હતું બેટા તું ભણવા માં ધ્યાન આપ રમત-ગમતમાં નહીં પછી મેં ભણવા માં ધ્યાન આપ્યું હતું ત્યારે શાળા માં ૨ નંબર આવ્યો હતો.


૨ ધોરણ ના વેકશનમાં અમદાવાદ ગયા હતા ફરવા ત્યારે હું અને મામા નો દિકરો રમતા હતાં ત્યારે મામા એ જોયું મને હાફ કેમ ચડે છે પછી બીજા દિવસે હોસ્પિટલમાં ગયાં અને ત્યાં ખબર પડી મને હર્દય ની અંદર વાલ હોય તેમાં હોલ છે ત્યારે બધા તુટી ગયાં હતાં અને દવા શરૂ કરી પછી મને એકલો પડવાજ નોતા દેતા આખું વેકશન મામા ના ઘરે કર્યું બોવ ફર્યાં બોવ મજા કરી છેલ્લે મામા મને ઊંચકી લીધો અને ગાલ પર ચુંબન કર્યું હતું અને મમ્મી ને કિધું હતું બહેન ચિંતા નો કરતી બધું બરાબર થઈ જશે.


પછી શાળા નું વેકેશન ખૂલ્યું હું ત્રીજા ધોરણમાં આવ્યો અને ભણવાનું ચાલુ કર્યું. દવાઓ ચાલું હતી પપ્પા શાળા એ આવ્યાં હતાં શિક્ષકો ને કહેવા કે મારું ધ્યાન રાખજો મને હૃદય ના વાલ્વ ની બીમારી છે કોઈ સાથે ઝગડે નહીં એવું બધું કહેવા આવ્યાં હતાં પછી શિક્ષકો પણ મારું બોવ ધ્યાન રાખતા એની સાથે નાસ્તો કરાવતા બોવ મજા આવતી મને એમાં એક શિક્ષક મારા સૌથી ખાસ હતા એ મારો નાસ્તો ખાતા અને હું એનો નાસ્તો ખાતો મારા ઘરે પણ આવતા મને એના ઘરે પણ લઈજતા હતા ત્યાં મને રમાડતા હતાં અને હું રમતો એ રીત ના ત્રીજું ધોરણ પુરું કર્યું અને પહેલો નંબર આવ્યો હતો પછી વેકેશનમાં રાજકોટ લઈ ગયાં હતાં રાજકોટ પણ બોવ ફર્યો રાજકોટ થી ચોટીલા ગયાં હતાં ચોટીલા અમારા કુળદેવી માં ચામુંડા નું મંદિર છે તેનો ડુંગર મારા પપ્પા મને તેડી ને ચડ્યા હતાં અને કઈક માનતા રાખી હતી એ આગળ કઈશ એ રીતના રાજકોટ માં વેકેશન પુરું કર્યું.


પાછી શાળા નું વકેશન ખૂલ્યું થોડાક દિવસ બધું સરખું ચાલ્યું પછી શું મારી જિંદગી માં થયું એ મારા ઘરના કે મને પણ નોતી ખબર ચાલું તો પણ હાફ ચડતો સ્કુલ માં વાત કરી પછી અમદાવાદ હોસ્પિટલમાં ગયાં ત્યાથી એમ કહ્યું સર.ટી.હોસ્પિટલમાં લઈ જાવ પછી સર. ટી. હોસ્પિટલ માં આવ્યાં રિપોર્ટ બધા કર્યાં તો કે હજી નાનો છે હમણાં ઓપરેશન નો કરીશકાય દવા ચાલુ રાખો ત્યારે પપ્પા સાવ તુટી ગયાં હતાં મારો ભાઈ સાવ નાનો હતો સ્કુલ માં પણ બોવ ધ્યાન રાખતા હતાં શિક્ષકો.


પછી ધોરણ પાંચ માં આવ્યો ત્યારે થોડોક સમજણો થયો હતો એ પછી એક ભાઈબંધ થયો તેનું નામ પાર્થ વ્યાસ છે મારી કરતા ૩ વર્ષ મોટો હતો એની સાથે રાખતો મને નાસ્તો કરાવતો સાથે ભણાવતો સાથે સ્કુલ લઈ જતો સાથે રમતા પછી સ્કુલ માં એક ગેમ આવી હતી લીંબુ ચમચી ની તેમાં એ ભાઈબંધ મારું નામ લખાવી નાખ્યું મેં કહ્યું મારી થી નહી થાય મને કે તારે કરવા નું જ છે ૨ દિવસ નો સમય પણ છે હું તારી સાથે છું ૨ દિવસ મને ફુલ પ્રેકટીસ કરાવી ત્રીજા દિવસે સ્પર્ધા શરૂ થઈ અને કહ્યું કૃષ્ણ નું નામ લઈને આગળ વધજે અને રમત શરૂ થઈ અને મારો પહેલો નંબર આવ્યો ત્યારે શિક્ષકો પણ વિચાર કરતા રહી ગયાં હતા એ મારું પહેલું સ્ટીફિકીટ હતું અને પહેલું ઈનામ હતું પછી અમારી દોસ્તી પાકી થઈ ગઈ ધમે-ધીમે ક્રિકેટ રમવા લઈ ગયો શરૂઆતમાં ઘણી તકલીફ પડી હતી પણ હારવા નથી દિધો મને એ દોસ્ત હતો સાથે દરેક સમયે પોતે હારી જતો મને જીતાડવા આવી દોસ્તી હતી આખું વેકેશન હું અને મારો દોસ્ત બોવ મજા કરી ઘણી બધું શીખવ્યું છે મને વેકેશનમાં એ દોસ્તી કેમ ભુલું.


છઠ્ઠા ધોરણમાં આવ્યો રમતો અને ભણવામાં પણ ધ્યાન રાખવા લાગ્યો હતો પછી મને કલાસ નો કૅપ્ટન બનાવ્યો હતો ત્યારે હું બહું ખુશ હતો પછી ક્રિકેટ મેચ નું આયોજન થયું હતું તેમાં પણ મારું નામ સિલેક્ટ થયું હતું પછી હું તેની દરરોજ પ્રેક્ટિસ કરતો હતો ત્યારે પણ હાફ તો ચડતો હતો દોસ્ત સાથે હતો એ હિંમત નોતો હારવા દેતો ૭ દિવસ પ્રેક્ટિસ કરી હતી પછી મારી મેચ હતી હું ૮ મો સિલ્કેટ થયો હતો એ પણ મને ખુશી હતી ૧૨ ઓવર ની મેચ હતી અમે બોલીંગ લીધી હતી એ લોકો એ બેંટીંગ કર્યું હતું એ લોકો એ ૧૨ ઓવરમાં ૯૦ રન કર્યાં હતા અમારે ૯૧ કરવાના હતા મારા સરે જે અન્ય ખિલાડી પર આશા રાખી હતી એ રન નહોતા કરી શકયા માંડ ૫૦ રન થયા હતા ત્યાં ૭ ઓવર સુધી માં ૭ વિકેટ પડી ગઈ હતી પછી મને મોકલ્યો ધીમે-ધીમે રન કરતા ગયાં અને મિચ જીતાડી હતી એ દિવસે મને રાતે શું થયું એ જ નોતી ખબર બેભાન થઈ ગયો હતો સવારે ભાનમાં આવ્યો ડૉ કિધું રમત-ગમતમાં નો ભાગ લેવડાવો ઓપરેશન થઈજાય પછી ભલે જે કરવું હોય તે કરતો એવું કિધું હતું ત્યારે હું સાવ તુટી ગયો હતો કઈ સમજાતું નોતું શું કરવું- શું નહીં ૨ દિવસ દવાઓ પણ નહોતી લીધી સ્કુલ પણ નો ગયો સાવ મુડ ઓફ થઈ ગયો હતો કોઈ સાથે વાત પણ નહોતો કરતો વેકેશન ચાલુ થવાને ૨ મહિનાની વાર હતી એ ૨ મહિના માંડ માંડ ગયાં અને વેકેશન પડયું પરિણામ પણ ખરાબ આવ્યું હતું આખું વેકેશન ઘરમાં નિકાળ્યું હતું.....


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ