વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બાળપણ

નામના ના નામ માં ખોવાઈ ગયું એ બાળપણ,
મોટા થવાની હોડ માં ખોવાઈ ગયું એ બાળપણ.
તમે શીખવ્યું સદા અમને કંઈક કરી બતાવવું, 
કરી બતાવવા ના કૈફ માં ખોવાઈ ગયું એ બાળપણ.
પૈસા ની પાંખો આવી ને ઉડી ગયું એ બાળપણ,
જવાની ના જોશ માં છૂટી ગયું એ બાળપણ.
કેમ તમો એ અમને મોટા થવાનું કહ્યું "અંતિમ",
મોટાઈ ના ભાર તળે તૂટી ગયું એ બાળપણ.
આજ તમારી ગઝલ વાંચી યાદ આવ્યું એ બાળપણ,
એ સ્કૂલ ના મેદાન માંથી સાદ લાવ્યું એ બાળપણ.
ફરી પાછી અમે બાળક બનવાની છે હઠ લીધી,
આ જુઓ સાહેબ પાછું વિવાદ લાવ્યું એ બાળપણ.

ડો.સંજય જોષી

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ