વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જે.ડી.ની હાસ્યરજની.

હાસ્યરજની

---------------


  "મારી અને જ્યોતિન્દ્રભાઈ વચ્ચે કોઈ બાબતે ચર્ચા થતી હતી ત્યારે વાતવાતમાં આપણા લેખક જે.ડી.એ રમુજમાં એવી વાત કહી કે,તે વખતે તો મને ખડખડાટ હસવું આવ્યું અને સાથે એક વિચાર પણ ઝબકયો કે,આ બાદશાહની આ અંગતક્ષણોની વાત આપ સૌ સાથે શેર કરું.મેં આ બાબત તેઓને કહી ત્યારે તો તેઓએ હા પાડી પણ મને મનમાં થોડું એવું લાગ્યું કે,તેની ઈચ્છા નહોતી પણ મને ના ન પાડી શક્યા હોય એવું બન્યું હોય.એટલે મેં કહ્યું,


  "જે.ડી., સાચે હો હું આ વાત સૌ વચ્ચે શેર કરીશ.પછે કેતા નઈ"....ત્યારે એ જ હાસ્ય સાથે તેણે કહ્યું,"અરે,કરો 'ને યાર,તમને ના પાડીશ તો પણ"....અને અમો બંને હસી પડ્યા.તો મિત્રો હાસ્ય અને રહસ્ય માટે તૈયાર થઈ ગયા ?".


  "દિનેશચંદ્ર અને વીણાબેનનો આજ હરખ માતો નહોતો કેમકે,એ પ્રેમાળ દંપતી પોતાના લાડલા પુત્ર અને આપણા પ્રિય લેખક એવા શ્રી શ્રી જ્યોતિન્દ્રભાઈને પરણાવી આવ્યા હતા."


   સેવાળા ગામથી ચંદ્રુમાણા ગામે વાજતે ગાજતે જાન ગઈ હતી.વધારે લંબાણમાં ન લખતા ટૂંકમાં કહું તો.


    "વાજતે ગાજતે જે.ડી.ને પરણાવી ફટાકળા ફોડતી જાન સેવાળા ગામે ઘેર આવી પહોંચી. જાનૈયા એવા મહેમાનોએ આનંદથી વિદાય લીધી.હવે ફક્ત જ્યોતિન્દ્રભાઈના  કુટુંબીજનો અને નજીકના સગા ફુઈ-ફુવા,મોટાબેન અને બનેવી અને એના બાળકો રોકાયા હતા જે સૌ રાત્રી જમણ બાદ આંગણામાં લગ્નની વાતો યાદ કરી હસી મજાક કરતા બેઠા હતા."


  "ડેલીની અંદરની બાજુ ઓટલાપર જ્યોતિન્દ્રના ખાસ મિત્રો એવા ભાવિન કેતન અને રક્ષેસ તેને શિખામણો આપતા મજાક કરતા બેઠા હતા ત્યાં તેની નાની બહેનો પારુલ,કિરણ અને નાની એવી ટબુકલી આશા આવી પહોંચી.આશા તો જે.ડી.ના ખોળે ચડી બેઠી ત્યાં પારુલે કંઇક ઈશારો કર્યો પણ જે.ડી. સમજ્યા નહીં.


  ચિબાવલી 'ને મસ્તીખોર કિરણે જે.ડી.નો હાથ પકડી ડેલીપાસે લઈ જઈ કહ્યું,


  "બાએ કહ્યું છે હવે સુઈ જાવ, બહુ મોડું થયું છે.બાર વાગવા આવ્યા."


    ગામડા ગામમાં બાર બહુ કહેવાય.અને જે.ડી.ભાઈતો આની વાટ જોઈને જ બેઠા હતા. મનમાં ગમ્યું પણ એમ તરત ચાલ્યા જાય તો મિત્રો મજાક કરે.તે હા,હા હમણાં આવું કહી ફરી મિત્રો સાથે બેઠા.ત્રણેય બહેનો તો મોઢું ફુલાવી જતી રહી પણ પાંચજ મિનિટમાં પારુલે પાછી આવી 'ને કહ્યું,


  "હાલોને ભાઈ બહુ મોડું થયું."..કહી તે પાછી વળી.મિત્રો સમજી ગયા હવે ઘેર જઈએ અને જે.ડી.ની મીઠી મશ્કરી કરતા બહાર નીકળવા ઉભા થયા કે ફરી મોડું કરશે એમ સમજી કિરણ અને પારુલે 


  "ચાલો ચાલો ભાઈ,ભાભીને ઉંઘ આવે છે.તમને બોલાવે છે."કહી એ બને ચિબાવલી જ્યોતિન્દ્રભાઈના બને હાથ પકડી ખેંચવા લાગી. આપણા હીરો જ્યોતિન્દ્રભાઈ મનમાં તો તેની જ વાટ જોતા હતા પણ શરમને લીધે કહ્યું,


  "હું થોડીવારમાં આવું છું"ત્યાં તેના મિત્રોએ  ખડખડાટ હસીને તેને ધક્કો માર્યો.મશ્કરા મિત્ર ભાવીને કાનમાં કહ્યું,.."બધું યાદ છે 'ને.".ટૂંકમાં કહું તો સૌએ એ આનંદનો લ્હાવો લઈ જ્યોતિન્દ્રભાઈને  શયનખંડમાં ધકેલયા.તેણે અંદર જઈ દરવાજો બંધ કર્યો.અને મિત્રોએ અને તેણે ઘડેલા ડાયલોગ્સ યાદ કરી તે આગળ વધ્યા અને એક નજર સજાવેલી સેજ તરફ ફેંકી કે,તે સ્તબ્ધ થઈ ઉભા રહી ગયા.


   જે.ડી.એ કલ્પના કરેલી કે,એ(ડિમ્પલ) શણગારેલા પલંગપર ઘૂમટો તાણી બેઠી હશે.તેને બદલે તે એક ખુણામાં બને હાથ છાતીપર રાખી ઉભી હતી અને તે પણ ફક્ત ચણીયા બ્લાઉઝમાં....જે.ડી.મૂંઝાયા કે,તે હજુ તૈયાર નહીં થઈ હોય? ત્યાં તેણે એક હાથ લાંબો કરી આંગળી ચીંધી.જે.ડીએ તે તરફ જોયું તો ત્યાં ખૂણામાં લગ્નનું ઘરચોડું પડ્યું હતું.જે.ડી.ભાઇને નવાઈ લાગી.ફરી ડિમ્પલ વહુ સામે જોયું પણ તેની નજર ઘરચોળાપર સ્થિર હતી.મનમાં વિચાર્યું ભારે કરી,અને તેને ઘરચોળું ઉપાડી આપવા માટે આગળ વધ્યા કે, 


  "શી...શી..એવો અવાજ કરી ડિમ્પલવહુએ  રોક્યા.જે.ડીએ પણ ઇશારાથી તેમને  પૂછ્યું "કેમ?"પણ એની નજર ઘરચોળા તરફ સ્થિર જ હતી.જે.ડી.ભાઇ એની સામે અને એ ઘરચોળા સામે જોતા રહ્યા.થોડી ક્ષણો એમ જ પસાર થઈ ગઈ.જે.ડી.ભાઈએ ફરી ઘરચોળા તરફ પગ ઉપાડ્યા કે,ફરી "શી..શ"..જે.ડી.એ ચપટી વગાડી તેનું ધ્યાન પોતા તરફ ખેંચ્યું તો તે બિચારા શરમના માર્યા ઘરચોળા તરફ નજર રાખીને જ બોલ્યા,


  "ગરોળી....છે.. તેમાં" અને એ સાંભળી આપણા હીરોભાઈના ટાંટિયા પણ ધ્રુજી ગયા.વંદો હોત તો તે તેની મૂછ પકડી બહાર ફેંકી દેત પણ આ તો ગરોળી જેનાથી જે.ડી.ને ખૂબ  ડર લાગતો.જે.ડી. તમામ ડાયલોગ્સ ભૂલી ગયા.એક બે ગીતોની કડીયો યાદ હતી એ પણ ભૂલી ગયા.એકદમ સ્થિર થઈ ગયા.વહુએ આંખો ચકળવકળ ફેરવી  જ્યોતીન્દ્રભાઈને શરમાતા કહ્યું,


  "પારુલબેન અને કિરણબેન અહીં મારી સાથે બેઠા હતા કે,કિરણબેનની બાજુમાંથી ગરોળી નીકળી કે,તેનાથી બીકના માર્યા મારા ઉપર ઘા થઈ ગયો. અને એ બને બહાર ભાગ્યા. એટલે મેં ઝડપથી ઘરચોડું કાઢી ત્યાં ફેંક્યું.".....ફરી બને વચ્ચે મૌન છવાઈ ગયું...થોડીવારે....


  "તે તું ત્યારથી આમ જ ઉભી છો ?"કહી જે.ડી.એ હસીને કહ્યું,"હું પારુલને બોલાવી લાવું...એ..બીતી નથી."...પણ ડિમ્પલવહુના ચહેરાપર જે પરિવર્તન આવ્યું એ જોઈ આપણા હીરો જે.ડી.ને એવું લાગ્યું કે,ડિમ્પલની આશા ઠગારી નીવડી કે,હું તેના ઘરચોળામાંથી ગરોળી ભગાવી ઘરચોળું તેને આપીશ.તે તરત બહાર આવ્યા. મનોમન શરમાતા ઓસરીમાં આવી બારી બહાર નજર કરી તો બને બહેનો ઓટલાપર પગ ઝુલાવતી બેઠી હતી.તેણે પારુલને ઈશારો કરી બોલાવી ત્યારે એવું લાગ્યું કે,તે વાટ જ જોતી હતી. નજીક આવતા જે.ડી.એ  વિનવણીના સ્વરમાં કહ્યું,


  "ઇ..ઇ..ગરોળી.."...જે.ડી.ને લાગ્યું કે,એ બને જાણે મારી જ રાહ જોતી બેઠી હતી.તેણે હસીને કહ્યું,


  "ઇ. ઇ. શું ? ગરોળી !"


  તેણે કિરણ સામે જોઈ પારુલને કહ્યું,


  "તું મારી ડાહી બેન છો 'ને ? એક કામ કર,અમારા રૂમમાં ગરોળી ઘુસી ગઈ છે તું જરા".


    જે.ડી.ની વાત કાપતા પારુલ બોલી,


  "હમણાં કાઢી દઉં પણ દસ દસની બે કડકડતી નોટ કાઢો તો ગરોળી બહાર,..છે મંજુર ?"... આપણા હીરોએ ન છૂટકે વાત મંજુર રાખવી જ પડે એમ હતી.એની દરખાસ્ત મંજુર રાખતા કહ્યું,"બધું મંજુર,મારી માવડી પારુલડી,મંજુર છે.બે નહીં આ લે ત્રણ નોટ..પણ ગરોળી."


  "તે કંઈ બોલ્યા વગર મર્મમાં હસતી, કિરણને હાથમાં નોટો પકડાવી, કંઈક ઈશારો કરતી આગળ ચાલી.બને અંદર ઓરડામાં આવ્યા.એ મારી અને ડિમ્પલની હાલત જોઈ ખડખડાટ હસી પડી અને ઘરચોડું ઉપાડી તેમાંથી ચોંટેલી ગરોળી હાથેથી ખેંચી અમારી બને સામે હાથ લાંબો કરી બતાવતી તે હસતી બહાર ભાગી કે,બંનેને ત્યારે ખબર પડી કે,એ રબરની આબેહૂબ નકલી ગરોળી હતી.અને જે.ડી ભાઈએ બહાર નજર કરી બે હાથ જોડી દરવાજો હળવેકથી બંધ કરી સ્ટોપર લગાવી.

--------------------------------------------

  

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ