વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શૌર્યકથાઓ

પુસ્તક સમીક્ષા પરનો મારો આ લેખ રાષ્ટ્રીય શાયર એવા ઝવેરચંદ મેઘાણી લિખિત નવલકથા “શૌર્યકથાઓ” પરનો છે. આ બુકમાં કુલ 24 પ્રકરણો છે, જે વીર રસની વાર્તાઓ પર આધારિત છે. જેમાં સૌરાષ્ટ્રનાં ગામો, સોરઠનાં ગામો વિસ્તારો આવરી લેવામાં આવેલ છે. સોરઠ અને સૌરાષ્ટ્રની ધરતી પર થઈ ગયેલ વીર પુરૂષો, દાનવીરો વગેરેની ખમીરવંતી ખુમારી અહીં દર્શાવવામાં આવેલ છે. આ વાર્તાઓ ઈ.સ. પંદરમી થી અઢારમી સદીનાં સમયની આસપાસની છે અને આજે પણ એના પુરાવા પાળિયા કે અન્ય સ્વરૂપે છે. પહેલાના સમયમાં પુરૂષોની સાથે સ્ત્રીઓ પણ એવી જ વિરાંગના હતી જે આ બુકનાં 2 પ્રકરણોમાં દર્શાવેલ છે : ગરસિયાણી અને ચોટલાવાળી. આ બુક પરથી ખ્યાલ આવ્યો કે,  કેવો હતો એ સમય !! જ્યાં પુરૂષો માટે ધિંગાણે જવું એ તો લગ્નમાં જવા જેટલી ગૌરવવંતી અને હરખભેર વાત હતી. મોંતને હસતે હસતે ભેટી લેતા. કોઈ રોગ અથવા તો અવસ્થાનાં મોંતે મરવા કરતા, લડતા લડતા મરવું વધારે પસંદ હતું – આ બાબત મોટા પ્રકરણોમાં જોવા મળે છે. અમુક જગ્યાએ તો માથું કપાઈ ગયા પછી પણ એકલા ધડે લડીને દુશ્મનોને તગેડી મુક્યા હોય એવો અહીં ઉલ્લેખ છે. એ સમયનાં યુવાનો  ખાનદાનની તેમજ સ્ત્રીઓની ઈજ્જત માટે મરવા પણ તત્પર થઈ જતાં. લડવું એ તો જાણે અત્યારનાં સમયમાં કોઈ રમત રમીએ એટલું સરળ હતું એ લોકો માટે. કેટલાય વીર પુરૂષોએ તો માત્ર 25 કે ૩૦ વર્ષની ઉંમરે જ લડતા લડતા મૃત્યુ પામ્યા હતા અને પાળિયા બની ગયા હતા. આ વાર્તાઓમાં એ સમયનાં રજપૂત લોકોની કેવી ખુમારી હતી એ ખાસ જોવા મળે છે. અને એ સમયનાં બૈરાઓ જેટલા પદ્મણી નાર હતાં એટલા જ એ રણચંડી હતા. એક નાની અમથી કટારીથી જ દુશ્મનોને ભોં ભેગા કર્યા હતા – આ તાકાત હતી એ સમયની સ્ત્રીઓની. વીરતાની સાથે સાથે એ સમયનાં ગ્રામ્યજીવનની તેમજ બોલી, પરમ્પરા વગેરે જોવા મળે છે.

        આમ, આ પુસ્તકમાં લિખિત વાર્તાઓ આપણા જાજરમાન સોરઠી ઈતિહાસની તેમજ વીરરસની ઝાંખી કરાવે છે.  

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ