વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વાવને કાંઠે

"રૂડી એ રૂડી આમ મરને...,.'


    અને એ સાથે જ વાવમાં દેખાતું એક નમણું હાસ્ય વિલાય ગયું અને એ હાસ્ય બંધ થતાં જ વાવને બીજે કાંઠે પ્રતિબિમ્બિત હાસ્યને જોઈ હસતી રમા પણ ઉદાસ થઈ ગઈ.


          રમા એટલે ગામમાં મોટા મુખી ની બીજી વારની પત્ની. હજુ તો હાઇસ્કુલના પગથીયા બરાબર ગણતા શીખી ત્યાં જ ગરીબી ની લાચારીએ મોટી હવેલીના પગથીયા પર લાવીને મૂકી દીધી.


          પહેલીવાર સાસુ માં મળવા આવ્યા ત્યાં જ રૂડીના  નામ સામે જ તેને વાંધો..,

" આવા તે કંઈ  નામ હોય? હવેથી તારું નામ રમા બસ...."


..... બસ ત્યારથી રુડી માંથી રમા બનેલી રૂડી રમામાં જ સમાઈ ગઈ.


પુસ્તકો પ્રત્યેનો પ્રેમ પિંજરામાં કેદ થઈ ગયો.....

લગ્નનો ઉત્સાહ મોટા પતિના અજાણ્યા પુરૂષના ફફડાટમાં દબાઈ ગયો.....


બાકી શું રહ્યું? એક જ મનગમતી જગ્યાએ જવાનું.... રોજનો ક્રમ...

પાણીની વાવે હરખથી જાય કેમકે ત્યાં પોતાના જ ચિરપરિચિત નામની પોતાના જેવી જ નામ ની રૂડી તેની મા સાથે પાણી ભરવા આવતી..

અને આજે એ રૂડી ના હાસ્યના વિલીનીકરણની સાથે જ જાણે પોતે પણ પાછી રમા માં પરિવર્તિત થઈ ગઈ....




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ