વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મોંઘો પડ્યો

ચાહવાનો સ્વભાવ મોંઘો પડ્યો
એક સાચો લગાવ મોંઘો પડ્યો

નહોતું કંઈ અણબનાવ જેવું પણ
એટલો બસ બનાવ મોંઘો પડ્યો

જેણે જોયા, ઈલાજ કરતા ગયા
માત્ર અદ્રશ્ય ઘાવ મોંઘો પડ્યો

હારની તો ગણતરી રાખી હતી
તોય એ છેલ્લો દાવ મોંઘો પડ્યો

પાણી પહેલા જ પાળ બાંધીને
મેં કરેલો બચાવ મોઁઘો પડ્યો

એ ગયા, ને વળી સરળતાથી!
ચહેરા પરનો ઉઠાવ મોંઘો પડ્યો

મારી રીતે જીવી શક્યો નહિ, ને
એમનો પણ સુઝાવ, મોંઘો પડ્યો

સંદીપ પૂજારા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ