વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કેવળ રડી લેવાનું હોય

​થાય જો રડવાનું મન, ​​કેવળ રડી લેવાનું હોય​!​
એના અથવામાં બીજું તો શું કરી લેવાનું હોય ?

કેમ છે? એ બે જ શબ્દો પ્રાણ છે સંબંધનો!
હું ભૂલી જઉં, તો મને તારે પૂછી લેવાનું હોય.

છે ખબર પાક્કી જ કે હારી જવાનું છે છતાં,
જો રમત ગમતી મળે તો બસ રમી લેવાનું હોય.

થાક હો આખા દિવસનો, એક પળમાં ઉતરે!
ઘેર જઈ બાળકના મસ્તકને ચૂમી લેવાનું હોય.

એમનો ઠપકોય મંદિરની પ્રસાદી જેવો છે,
બા કહે ને, એ તો બધ્ધું સાંભળી લેવાનું હોય.

શોધતા જો આવડે, તો જિંદગી હર ક્ષણમાં છે!
શ્વાસ ને ઉચ્છવાસ વચ્ચે પણ જીવી લેવાનું હોય.

સંદીપ પૂજારા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ