વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચૈતન્ય સમાધિ

ચૈતન્ય સમાધિ

===========




ચૈતન્ય સમાધિ  પુર્ણ જાગૃતિ છે.તે પ્રેમ અને આનંદ થી પુર્ણ છે.

સમાધિ ના બે પ્રકાર છે,  સવિકલ્પ , નિર્વિકલ્પ

જેમાં વિકલ્પ છે તે સવિકલ્પ  કે સંપ્રજ્ઞાન સમાધિ છે

તેમાં થી વ્યુત્થાન થાય છે. યોગી આત્મા ની અનુભૂતિ કરી ત્યાં થી પાછો ફરે છે.ફરી સંસાર સાથે જોડાય છે.


જ્યારે મનની એકાગ્રતા થાય ત્યારે સંપ્રજ્ઞાન જ સવિકલ્પ

સમાધિ શક્ય બને છે. અહીં મન નો અંશતઃ લય થાય છે

સંસ્કારો બળી જતાં નથી. અહં અસ્મિ, હું  છું થાય છે, માટે

તેને અસ્મિતા સમાધિ કહેવામાં આવે છે.


નિર્વિકલ્પ સમાધિ


પુર્ણ જાગૃતિ ની અવસ્થા એ નિર્વિકલ્પ સમાધિ છે.

અહીં જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય એક થાય છે. અસંપ્રજ્ઞાત સમાધિ

કહેવાય છે.જ્યારે પુર્ણ મન નિરોધ થશે ત્યારે આ શક્ય છે

આ નિર્બીજ સમાધિ છે જ્યાં માનસિક વ્યવહાર ની પુર્ણાહુતી થાય છે. તેથી પુનર્જન્મ થતો નથી. યોગ અગ્નિ થીકર્મો બળીને ખાક થઇ જાય છે.તેને મોક્ષ કહેછે.


નિર્વિકલ્પતા પ્રાપ્ત કરવા પ્રબળ વૈરાગ્ય જોઈએ.અહી યોગી

પ્રકૃતિ ની અસર થી સંપુર્ણ છુટો પડે છે. મન બુધ્ધિ અને

ઈન્દ્રિયો નો વ્યવહાર તદ્દન સ્થગિત થાય છે. તે સર્વજ્ઞ બનેછે

કાળ અને સ્થળ થી  ઉપર છે. કર્મબીજ બળી જાય છે

તરંગ રહિત શાંત અવસ્થા પ્રાપ્ત થાય છે.


અહંકાર ના બીજવાળી  ચિત્ત ની સ્થિતિ અસ્મિતા કહ્યું છે.

સાત્વિક ચિત્ત કે મહત ત્યાં રહેતા , તમોગુણ ના અંશની

અજ્ઞાન પુર્ણ અસર ને કારણે પુરુષ અને ચિત્ત એક જ ભાસે

છે.તેને પરિણામે અસ્મિતા નામ કે કલેશ જન્મે છે.


પુરૂષ અને ચિત્ત નું વિવેકપૂર્ણ નું જ્ઞાન વિવેક ખ્યાતિ કહેવાય છે.દ્રષ્ટા અને દ્રશ્ય વચ્ચે નો ભેદ પારખવો તે વિવેક  કહેવાય

શરીર મન બુદ્ધિ ઈન્દ્રિયો થી  અલગ છું , એવું અપરોક્ષજ્ઞાન

વિવેક ખ્યાતિ છે ચિત્તનું સર્વોચ્ચ સાત્વિક રૂપાંતર વિવેકખ્યાતિ  છે


સમાધિ ની સાધના ચિત્ત શુદ્ધિ વગર થતી નથી. સાધક નિષ્કામ નિર્લેપભાવે અનાસક્તિ પુર્ણ જીવન જીવતો થાય , અને પ્રબળ વૈરાગ્ય હોય તોજ સમાધિ માં પ્રવેશ થાય છે.


સમાધિ માં આત્મા ની અપરોક્ષ અનુભૂતિ થાય છે, અને જીવભાવથી મુક્ત થઈ પુર્ણ ચૈતન્ય માં પ્રતિષ્ઠિત થયા છે.

આજ મુક્તિ છે, જે જીવતા જ અનુભૂતિ કરવાની હોય છે.


******😂😂******

ધર્મ એટલે ફરજ બજાવતા રહેવું.....

ધર્મ  શબ્દ ધૃ ધાતુ પર થી આવ્યો....

જેનો વ્યવહાર માં અર્થ ધારણ કરવું.એમ સમજવો


આ પુર્ણ વિશ્વ ઈશ્વરે જ ધારણ કર્યું છે, માટે ઈશ્વર જ ધર્મ નું મુર્તિ મંત સ્વરૂપ છે.


ઈશ્વર પોતાની ઈચ્છા શક્તિ થી જગતને ઉત્પન્ન કરનાર, ધારણ પોષણ કરનાર અને નષ્ટ કરનાર મહાશક્તિ છે.

તેણે પોતાની ત્રિગુણાત્મક પ્રકૃતિ સત્વ રજસ અને તમસ થી

બ્રહ્માંડ ને અને કે સ્વરૂપ થી ધારણ કર્યું છે.


અહીં પૃથ્વી પર માનવ નો ધર્મ પ્રકૃતિ ના સનાતન સિદ્ધાંતો પ્રમાણે આચરણ કરવાનો છે. અહીં જ્યારે માનવ દેહ માં

ચૈતન્ય અવતરણ કરે ત્યારે તે કોઈ જાતિ પંથ સંપ્રદાય કે

દુન્યવી વાડા ના ધર્મ નો નહિ પરંતુ ભિન્ન સહજ સ્વાભાવિક

માનવતા ના ધર્મ સાથે જન્મ લે છે.


પછી જ કહેવાતા ધર્મ ના ગુરુ તેને વિધિ ઓ માં બાંધી ને કંઈ કેટલાય પ્રકારના ના ધર્મ માં વિભાજીત કરી નાખે છે. આમ

બાળક ની બુધ્ધિ વિકાસ પામી ધર્મ નું સ્વરૂપ સમજે તે પહેલા જ દુનિયા દારી ધર્મો ના વાઘા પહેરાવી દે છે.


પ્રેમ અને કરુણા જ્યાં હોય ત્યાં કોઈ વાડાબંધી નથી.

ઈશ્વર ના દરબાર માં જાત પાત નથી. જીવ માત્ર એ ઈશ્વર નું સ્વરૂપ છે હકીકતમાં એવો ધર્મ જ ધર્મ કહેવાય છે.


અગર આજના વિદ્વાન ધર્મ ગુરુઓ ને આટલી પણ સમજ ના પડે તો સમાજે તેમનો ત્યાગ કરવો જોઈએ.  ધર્મ ના સ્વરૂપ ની વિકૃત વિચાર ધારા કે માનસિકતા નો ત્યાગ કરવો જોઈએ, એજ ખરો માનવ ધર્મ છે.


ધર્મ આધ્યાત્મ એ માનવતા ની માવજત ને વિકાસ માટે છે

બધાનું જેમાં કલ્યાણ હોય, જેમાં ભેદભાવ , મારકાપ ના હોય

ધર્મ ના નામે રાજકારણ ના હોય. રાજધર્મ એ વાત જુદી છે.

પરંતુ સામાન્ય રીતે અનેકવિધ ધર્મ માં વિભાજીત થયેલા માનવો પ્રત્યે સહિષ્ણુતા દયાભાવ અને  પોતાના છે એવી લાગણી  જન્મે તે ખરો ધર્મ છે.


જેમાં રાગ દ્વેષ વૈમનસ્ય ના હોય , સહિષ્ણુતા હોય, કરૂણા હોય જીવદયા હોય, સર્વ નું ઉત્થાન થાય એવી વ્યવસ્થા નું નામ ધર્મ છે . એજ એનું ખરું સનાતન સત્ય છે.


ૐ શાંતિ ૐ.... સર્વ નું મંગલ થાય એવી પ્રાર્થના ૐ શાંતિ ૐ

******"😀😀******


જીવ એટલે ચૈતન્ય જે જીજીવિષા થી બંધાયેલું છે

શિવ એટલે કલ્યાણકારી, મુક્ત ચૈતન્ય પરમાનંદ સ્વરૂપ.

જીવ ને શિવ નું જ્ઞાન કરાવનાર તત્વ એ ગુરુ તત્વ છે.

ગુરુતત્વ કોઈ  શરીરનું નામ નથી. આત્માની અપરોક્ષતા છે

માટે આત્મચેતના માં તદ્રૂપ બ્રહ્મ નિષ્ઠ સદગુરુ કોઈ એક , જાતિ ,ધર્મ, મત કે સંપ્રદાય કે પરંપરા ના વાડા ના નથી.

એતો બધા ના હોય છે. એમની અભેદ દ્રષ્ટિ માં ભેદભાવ

રહેતો નથી.ફકત આત્માનુરાગી હોય છે.


વિશ્વમાં કોઈ પણ દેશ કાળ કે પરિસ્થિતિ માં આત્મજ્ઞાની

સમત્વની અનુભૂતિ માં રહેતા હોય છે. તેથી પ્રાકૃતિક

ઘટનાઓનું પુર્ણ જ્ઞાન તેમને હોય છે. માટે સંસાર ની વિષમતાઓ પ્રત્યે સહિષ્ણુતા કેળવી મૌન રહેછે. કદી ટીકા

ટીપ્પણી કરતા નથી .પરંતુ આત્મા જ્ઞાન પામવા દરેક ની લાયકાત અનુસાર ભક્તિ, યોગ અને જ્ઞાન જેની જેવી લાયકાત તે પ્રમાણે ઉપદેશ આપી બધાને ગતિમાન કરે છે.


દરેક વ્યક્તિ ના કર્મ ,ટેવો કે સંસ્કાર એક સરખા નથી હોતા,

દરેક ની સમજણ અને બૌદ્ધિક સમજ એક સરખી નથી હોતી , પરિણામે ગુર એ સગુણ અને નિર્ગુણની ઉપાસના ના

ભેદ લાયકાત અનુસાર બનાવ્યા છે.


ભક્તિ સહજ સ્વાભાવિક રીતે શરણાગતિ અને આત્મનિવેદન માં પુર્ણતા ની અનુભૂતિ છે

યોગ માં પ્રાણ અને કુંડલિની , નાદ અનુસંધાન દ્વારા સહસ્ત્રાર

માં જીવ શિવ ના મિલનની અનુભૂતિ છે.

જ્ઞાન માર્ગ એ પ્રબળ વૈરાગ્ય અને ત્યાગ નો માર્ગ છે. જે

ઊચ્ચ કોટિ ના મુમુક્ષુઓ માટે છે. તેમાં ફક્ત આત્મવિચાર

અને નિદિધ્યાસન દ્વારા  જીવનમુક્ત અનુભૂતિ છે.


આવા ઉત્તમ આત્મ જ્ઞાન ને ઉપલબ્ધ થયેલા મહાપુરુષ બધા લોકો માટે એકસરખા છે. અહીં ગુરુ વ્યક્તિ નથી  પણ ગુરુતત્વની ઓળખ છે. અલગ અલગ પંથ કે મત ના ગુરુ નું શરીર ભલે અલગ દેખાય ગુરુ તત્વ એક જ છે. એ શિવત્વ છે. જેમાં જરાપણ ભેદ નથી. દ્વૈત ભાવ થી પર વિલસતું ચૈતન્ય છે.


માટે, વૈષ્ણવ,શૈવ,શાકત, ગાણપત્ય કે બીજા કોઈ પણ

મત પંથ કે પરંપરા મુજબ આત્મજ્ઞાન પામેલા મહાપુરુષ

માં સમત્વ અને એકત્વની અદ્વૈત અનુભૂતિ હોય છે.તેથી

ગુરુતત્વ માં ભેદ હોતો નથી. માટે સાધક અવસ્થામાં  જે પણ‌ મત પંથ કે સંપ્રદાય માં હોય,ગુરુ મુખી સાધના ને પ્રાધાન્ય આપી. બધા પ્રત્યે સમભાવ રાખવો જોઈએ.


ભગવાન શ્રી હરિએ કહ્યું છે કે મારામાં અને શિવમાં ભેદ જોવો એ ખોટું છે. અને શિવજી એ પણ કહ્યું છે વિષ્ણુ અને

મારાં મા ભેદ કરનાર મારો ભક્ત હોઈ શકે નહિ.વિષ્ણુ અને શિવજી પરસ્પર એકબીજા ના આરાધ્ય કહેવાય છે. માટે

ભગવાન ના અવતાર વિષે ભેદ દ્રષ્ટિ રાખી સાધકો એ મિથ્યા

પ્રલાપ કરી કોઈ પણ અવતાર વિષે પોતાનું ગમે તેવું મંતવ્ય રજૂ કરવું જોઈએ નહીં.


આ સૃષ્ટિ નુ સર્જન વિસર્જન કરવામાં પરમાત્મા ઈચ્છા જ

સર્વોપરી છે. દરેક સૃષ્ટિ ના નિર્માણ સાથે નિયતિ નક્કી હોય છે. યુગો અને તેના કાર્ય  અને અવતારો પણ નક્કી હોય છે.

બ્રહ્માંડ ની ઉત્પત્તિ સ્થિતિ અને લય પણ નક્કી હોય છે.

આપણી સામાન્ય બુદ્ધિ આટલું લાંબુ વિચારતી નથી. પરંતુ

આ સનાતન સત્ય છે.


દરેક દેશ કાળ અને પરિસ્થિતિ પ્રમાણે આપણે ધર્મ એટલે

ફરજ નું પાલન કરવું જોઈએ. ધર્મ તો એકજ છે. માનવો એ

તેમની સવલત માટે અલગ-અલગ ફાંટા પાડ્યા છે. પરમાત્મા

પણ એક જ છે. અને જીવત્વ પણ એક જ છે. ફક્ત અનુભૂતિ કરવા માટે પોતાની રુચિ અનુસાર આ માર્ગ આગળ ધપવા ગુરુ ની જરૂર પડે છે.


ઘણા એવા પણ મહાપુરુષો છે, જેઓ ઈશ્વર ને પ્રકૃતિ ને

ગુરુ માની આત્માનુભૂતિ કરી છે. દા.ત રમણ મહર્ષિ ,

આનંદ મયી માં, શ્રી અરવિંદ મહર્ષિ વગેરે પરંતુ તેઓની

લાયકાત અને તપસ્યા આપણી સમજ બહાર છે.માટે આપણ ને માર્ગદર્શનની  આવશ્યકતા છે.એમ સમજવું ઉચિત છે. કારણકે આ ગહન અને એ અતિન્દ્રિય વિષય છે.

માટે ગુરુ એ જીવ અને શિવની વચ્ચે કડીરૂપ છે. એમ સમજવું જોઈએ. તેઓમાં ભેદ રાખવો નહીં.


વિશ્વમાં હયાત અને બ્રહ્મલીન બધાજ ઋષિ મુનિ અને ગુરુ ઓને સાષ્ટાંગ દંડવત પ્રણામ. એમના આશીર્વાદ બધા ઉપર

ઉતરે એવી દિવ્ય ભાવના અને પ્રાર્થના. ૐ તત્ સત્.....



******😃😃******


માનવ જીવન નું લક્ષ્ય આનંદ સ્વરૂપ થવા નું છે. પરમ ચૈતન્ય

સ્વરૂપ માં તન્મય થઈ વિશ્રાંતિ પામવા નું છે. પરંતુ એ ઉદ્દેશ ને ભુલી જ ઈને, માનવ પ્રાકૃતિક પદાર્થો, વ્યક્તિ અને પરિસ્થિતિ માં થી આનંદ ની શોધમાં અવનવા પ્રયોગો કરેછે.

માનવી એ પૈસાની જાતનું નિરીક્ષણ છોડીને ભૂમિ, જળ અને આકાશ માં પરિક્ષણ કર્યું, ને વૈજ્ઞાનિક સંશોધન દ્વારા સિદ્ધ કર્યું કે, માનવ શું કરી શકે છે.


પરંતુ , બધાજ માનવ કંઈ વૈજ્ઞાનિક કે તત્વ જ્ઞાની બની જતા નથી. બધાજ કંઈ સફળ ઉદ્યોગપતિ બની જતા નથી. બધાજ કંઈ સફળ વકીલાત ડોક્ટર ને ન્યાયાધીશ બની શકતા નથી.


ઈશ્વરે દરેક વ્યક્તિ ને એક સરખું જ મગજ આપ્યું છે, બુધ્ધિ આપીછે. પરંતુ જે વ્યક્તિ ઓ પોતાની ઈચ્છા શક્તિ નો આત્મવિશ્વાસ દ્વારા સદ્ ઉપયોગ કરી જાણે છે, તેઓ જરૂર સફળતા પામે છે.


વ્યકતિ  માં આત્મ વિશ્વાસ કેમ નથી હોતો ? એના કારણો શોધવા જોઈએ. માણસ વિચાર શીલ છે, પરંતુ ક્યારેક ને કેવા વિચાર કરવા તેની જીવનશૈલી અને આદત પર નિર્ભર છે. વિચાર સર્જન શક્તિ છે. જો તમારું પ્રાણ બળ મજબૂત હશે, તમે ચારિત્ર્યવાન હશો, તમારી નિષ્ઠાપૂર્વક અને વફાદારી પૂર્વક ની જીંદગી હશે, તો આત્મવિશ્વાસ દ્રઢ હશે જ. અને તમે સફળ થશો.


આત્મવિશ્વાસ સ્વયં ની જાગૃતિ માટે છે, સ્થિરતા માં છે

તમારું શરીર સ્વસ્થ હોય, મન સ્વસ્થ હોય તો આત્મવિશ્વાસ ની કમી રહેતી નથી. વિદ્યા પ્રાપ્તિ માટે એટલે જ ગુરુ જનો યોગ અને પ્રાણાયામ આસન કરાવતા. હતા. જેથી

પ્રાણ બળ મજબૂત બને. સત્ય નું આચરણ કરે પ્રાકૃતિક જીવન જીવે, તો સહજ આત્મવિશ્વાસ જાગે. સફળતા મળે.


વ્યક્તિએ સ્વયં ની જાગૃતિ માં રહેવું જોઈએ. દુન્યવી પ્રવાહ ની દોડ માં વહી ના જતા સારાસારનો વિવેક કરી જીવન ને નીતિ ને ધર્મ ના માર્ગે વાળી આત્મચેતના માં વિશ્વાસ થી ભરપૂર જીવન માણતાં સફળતા પામવી જોઈએ.

આ જ ખરૂં જીવન છે....ૐૐૐ....


**"***😂😂***


સમસ્ત બ્રહ્માંડ શબ્દ મય છે, એ પ્રાણશક્તિ નું સ્પંદન છે.

એ આનંદ સ્વરૂપ છે. એકબીજા સાથે જોડતું માધ્યમ છે.

જીવમાત્ર માં વિચાર ઉત્પન્ન થવો, સહજ સ્વાભાવિક છે.

વિચારો વગરનો માણસ હોઈ શકે નહિ. એ સત્ય વાત છે.


શામાટે વિચારો આવે છે?

આ પ્રશ્નનો જવાબ વિચાર નું બીજ છે.

વિચારો નુ બીજ એ તમારી સુષુપ્ત શક્તિઓ છે.ઈચ્છા અને તૃષ્ણા નો મનોમય સંગ્રહ છે..


વિચારો ભીતર થી જ આવે છે , એવું નથી બહારથી ઈન્દ્રિયો દ્વારા વિચારો ભીતર ઘૂસી ને ધમાલ મચાવે છે. આમ થવાનું

પ્રાકૃતિક છે. તમે શું કરશો? ફક્ત વિચાર કરી શકો..


શુભ અશુભ ,ગતિ પ્રગતિ કે અધોગતિ ના એવા જાત જાતના

વિચારો આવે છે. તમે વિચારો ના મહાસાગર માં તરી રહ્યા છો.

વિચારો માં બળ કે સામર્થ્ય હોય છે. તેની ગતિ અને અનુભૂતિ

હોયછે. તમે વિચારવંત છો . વિચારો તમારો આદર્શ છે.


‌શુ વિચાર શૂન્યતા શક્ય છે ?

શું તમારા મન માં આવતા વિચાર ને રોકી શકો છો? કે એના

સ્વરુપ ને બદલી શકો છો..


હા,,, તમે વિચારો ને અટકાવી વિચાર શૂન્ય બની શકો છો.

વિચારો ને બદલી શકો છો. વિચારો ની આપ લે કરી શકો છો.

વિચારો તમારું સાધન છે. તમે વિચાર નથી. તમે વિચાર કરી શકો છો. વિચાર તમને વિચારી શકે નહિ. એ પરમાત્મા ની

અદ્ભુત લીલા અને સામર્થ્ય માનવ મન માં મુકીને માનવ ને

મહાન બનાવ્યો છે.


વિચારો ને સમજવા શબ્દ અને પ્રાણ સાધના કરવી પડશે.

સંયમી જીવન જીવવાની તાલીમ લેવી જોઈએ. એક જગ્યાએ

સ્થિર બેસવાનો મહાવરો જોઈએ. પછી પાંચ કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો ને વશમાં કરી લેવાથી મન વશમાં આવશે.ધૈર્ય ધારણ કરી પ્રત્યાહાર નો અભ્યાસ કર્યો હોય તો ધારણા સિદ્ધ થાય.અને ધારણા સિદ્ધ થાય તો જ ધ્યાન થાય.અને તના માટે

એકાગ્રતા રાખવી જોઈએ..આમ વિચારો પર નિયંત્રણ લાવી

શકાય છે..


વિચારો પરના નિયંત્રણ થી ગજબ નો આત્મવિશ્વાસ અને

સંકલ્પશક્તિ નો વિકાસ થાય છે. તેનાથી માનવની ભૌતિક અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે.


::::::::::😂😂:::::::😂😂:::::::

द्वै विद्ये वेदितव्ये तु शब्द ब्रह्म परंतु च यत्

शब्द ब्रह्मणि निष्णात: परंतु ब्रहमाधिगच्छति ।।


વિદ્યા બે પ્રકાર ની છે,

૧. શબ્દ બ્રહ્મ , એટલે પરોક્ષ જ્ઞાન

૨. પરબ્રહ્મ, એટલે અપરોક્ષ અનુભૂતિ નું જ્ઞાન.


જેને શબ્દ બ્રહ્મ એટલે આત્મા નું પરોક્ષ જ્ઞાન સારી રીતે

થવા પામ્યું હોય છે. તેવો કુશળ, નિષ્ણાત પુરૂષ જ પરબ્રહ્મ

ને પામે છે, એટલે પરોક્ષ જ્ઞાન ગ્રંથો ના અભ્યાસ દ્વારા

પામી લઇને અપરોક્ષ અનુભૂતિ માટે, પ્રબળ વૈરાગ્ય ભાવ થી

આત્માનુસંધાન કરી બ્રહ્મ માં તદ્રૂપ થવું જોઈએ.


માટે શાસ્ત્રોમાં વર્ણન કરેલા મહાપુરુષ ની અનુભૂતિ નું

શબ્દ જ્ઞાન પ્રારંભિક અવસ્થામાં જરૂરી છે. પરંતુ પરોક્ષ

જ્ઞાન પામ્યા પછી કેવળ અપરોક્ષ અનુભૂતિ માટે પ્રયત્ન

કરવો જોઈએ. ધાન્ય ની ઈચ્છા વાળા , ધાન્ય છળી લ ઈ

છોતરાનો ત્યાગ કરી દે છે. તેમ શાસ્રોનો અભ્યાસ ફક્ત

મન બુધ્ધિ માં તર્ક વડે પરોક્ષ અનુભૂતિ પુરતો છે.


અપરોક્ષ અનુભૂતિ કેવળ ત્યાગ ( સંકલ્પ વિકલ્પ નો પણ)

થી જ સંભવ છે.ભોક્તાભાવ કે કર્તાભાવ અહંકાર માં છે

હું છું એ ભાન જ કર્મ બીજ નું ધોતક છે.

અકર્મણયતા કેવળ ત્યાગ થી જ સંભવી શકે છે.માટે

દેહ અધ્યાસ નો ત્યાગ સંન્યાસી માટે પ્રથમ છે.ગૃહસ્થમાટે

શરણાગતિ નો અભ્યાસ છે. બધું ઈશ્વર ને અર્પણ કરી ને

સાક્ષી ભાવ કેળવી, સાક્ષી ભાવનો પણ ત્યાગ કરવો પડશે છે

વાસ્તવિકતા તો. એવી છે કે ત્યાગ અને ગ્રહણ ઈન્દ્રિયો ના

વિષય છે. આત્મા તો નિર્લેપભાવે રહે છે.


માટે, દરેક સાધકની લાયકાત , એના સંસ્કારો અને જે-તે

ધર્મ મત પંથ પરંપરા અનુસાર ગુરુ એ ઉપદેશેલા માર્ગ નું

અનુસરણ કરી ત્યાગ અને વૈરાગ્ય દ્વારા અપરોક્ષ અનુભૂતિ

કરવાની છે. ભોગ વૃત્તિ થી કદી કોઈ ની ઈન્દ્રિયો તૃપ્ત થ ઇ નથી, અને થવાની નથી એવું યોગી ભતૃહરિ સ્વાનુભવ થી

કહે છે: भोगों ना भूक्ता , वयमेव भूक्ता : ।।



ૐ તત્ સત્....


******😂😂******











ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ