વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મન: શક્તિ




આધ્યાત્મિક ચિંતન લેખ

મન: શક્તિ - વિચાર નું સામર્થ્ય

====================

મન : શક્તિ

મન એ આત્મચેતના ની શક્તિ છે.. જે સંકલ્પ વિકલ્પ કરી શકે, વિચાર કરી શકે, બુધ્ધિ નિર્ણય લ ઈ શકે, ચિત્ત એ સંસ્કાર રુપે સંગ્રહ કરે અને અહં મારૂં છે‌એ ભાવે પ્રકૃતિ માં રહી  શકે.. એ અંત: કરણ છે...મન બુધ્ધિ ચિત અને અહંકાર નું સ્વરૂપ છે.


કરણ એટલે ઈન્દ્રિયો , બહિકરણ એટલે આંખ, કાન નાક

વગેરે એમ અંત:કરણ એટલે મન , બુધ્ધિ ચિત્ત અને અહંકાર.


પરમાત્મા ખૂબ દયાળુ છે, એમની કૃપા અપરંપાર છે. એટલે જ આ બ્રહ્માંડ માં સૌથી ઉત્તમ પ્રાણી મનુષ્ય બનાવ્યો છે.અને તેને  કર્મ કરવા પાંચ ઈન્દ્રિયો અને છઠ્ઠૂ મન આપ્યું છે. આ મનની પાસે અદ્ભુત શક્તિ છે . બસ એનો ઉપયોગ કરતાં આવડી જાય તેઓનું કલ્યાણ નિશ્ચિત છે.મન એ કલ્પવૃક્ષ છે.તમે જે માંગશો તે જરૂર મળશે.


આપણે પોતાને ફક્ત દેહાભિમાન માં બાંધી લેવા માટે જ માનવ દેહ મળ્યો નથી, દેહ અધ્યાસથી ઉપર  ઊઠીને ચૈતન્ય સ્વરૂપ ની ઝાંખી કરવા ની છે, જરાક‌ આળસ ત્યાગી મન અને બુદ્ધિ તથા ઈન્દ્રિયો સંયમિત  કરીને જ ઇચ્છા શક્તિ પ્રબળ કરવામાં આવે તો ધ્યેય હાંસલ થઈ જાય.


એજ સત્ય સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ તમે  છો.શરીર ,મન બુધ્ધિ ઈન્દ્રિયો સાધન છે, તેના દ્વારા સાધ્ય સુધી પહોંચવા નું છે. બહાર ની ઈન્દ્રિયો થી જગતનો વિકાસ અને મન બુદ્ધિ દ્વારા પરોક્ષપણે આંતરિક વિકાસ કરવો જોઈએ. પછી અંદર બહાર છોડી ને, સર્વ નું અધિષ્ઠાન એવા પોતાના આત્મા ને ઓળખવો જોઈએ. ફક્ત માનવ શરીર માં જ આવી ‌ક્ષમતા છે. માટે જ માનવ દેહ સર્વોત્તમ છે. મહા અમૂલ્ય છે.


આ જીવન પ્રાણ તત્વ છે, આયખું શ્વાસ નો સરવાળો છે. તમારી ઈચ્છા તૃષ્ણા જે છે તે  હકારાત્મક અભિગમ અપનાવી ને તમે પામી શકો એવી ઈશ્વરે શક્તિ આપી છે, અને કર્મ કરવા ની સ્વતંત્રતા પણ આપી છે. હવે આપણે શું કરવું જોઈએ?


જીવન ને આનંદ સ્વરૂપ બનાવી એ, પ્રેમ વહેંચી સહિષ્ણુતા રાખી , બધામાં ઈશ્વર ની શક્તિ છે , એને પ્રણામ કરીને માનવ જીવન સાર્થક કરીએ.


વિચાર શક્તિ નું સામર્થ્ય

*******"***********


વિચાર વગરનું જીવન હોઈ શકે નહિ, વિચાર વગરનું મન હોય જ નહિ, વિચાર વિચાર ને વિચાર ,,


વિચાર વિમર્શ ને મનોમંથન માં ગજબ ની ઝણઝણાટી વ્યાપી જાય એવી આ વિચાર સૃષ્ટિમાં આપણું અસ્તિત્વ છે,


આપણે જે કંઈ છે, તે આપણા વિચારો નું જ મૂર્તિ મંત સ્વરૂપ છે.શુ વિચાર વગર નું મન હોય ? અરે ! એવી કલ્પના પણ આપણે કરી શકીએ જ નહિ એવું પ્રબળ વિચારો નું

સામર્થ્ય ને સામ્રાજ્ય છે.


વિચાર વિહાર જ મનુષ્ય નું જીવન છે, સંકલ્પ વિકલ્પ થવા એ સ્વભાવિક છે, વિચાર જીવન ને ગતિશીલ બનાવે છે.


શું વિચારશૂન્ય જેવું હોય છે ખરૂં ??

સામાન્ય રીતે આપણે એવી કલ્પના માત્રથી ફફડી ઊઠી એ છે, આપણે ને ખબર છે જ કે આપણે વિચાર વગર જીવન ને શક્ય જ માનતા નથી, અભ્યાસ દ્વારા વિચાર શૂન્ય બની શકાય છે.


પતંજલિ ઋષિ કહે છે:  योग: चित्त वृत्ति निरोध !!

યોગ નો અર્થ છે, મન માં ઉઠતી વિચાર રૂપી વૃત્તિ નો નિરોધ કરવો, એટલે કે વૃત્તિ વિહિન મન કરી દેવું.

એના માટે  પતંજલિ ઋષિ ના અષ્ટાંગ યોગ નો અભ્યાસ કરવો પડે, તો વિચાર શૂન્ય થઇ સમાધિ નો અનુભવ થાય.

પરંતુ જેવી સમાધિ છૂટી ફરી વિચારો નું ચક્ર પુનઃ શરૂ થઈ જાય છે.


આપણા અસ્તિત્વ નો આધાર એ વિચાર છે.


પરંતુ કદી આપણે વિચાર્યું છે કે આ વિચાર કેમ આવે છે?

વિચાર ક્યાં થી આવેછે અને ક્યાં જાય છે?

શું વિચારો મૂર્તિ મંત હોય છે? શું એની ગતિ હોય છે?

શું વિચારો વિદ્યુતપ્રવાહ જેવા હોય છે?


આ બધા પ્રશ્નો ના જવાબ " હા " છે.

વિચાર એ શક્તિ છે, પ્રકાશિત છે, ગતિ માન છે અને મૂર્તિ મંત પણ છે, તે સમજવા તમારે યોગ‌ દ્વારા પ્રાણશક્તિ નો

અભ્યાસ કરવો પડે, મન ની અવસ્થા ને ગતિ વિધિ સમજવી પડશે ,તો તમને બધું જ સ્પષ્ટ અનુભૂતિ માં સમજાશે.


પરમાત્મા એ મનુષ્યને શરીર, ઈન્દ્રિયો ( કર્મ ને જ્ઞાન ની)

મન અને બુધ્ધિ, આપ્યા છે,મન એ કલ્પવૃક્ષ છે, જ્યાં તમે જે માંગો તે મળે છે. મન વડે તમે ભિન્ન ભિન્ન પ્રકારના ની કલ્પના વિચાર દ્વારા કરી શકો છો, બુધ્ધિ દ્વારા તેને ચકાસણી

કરી યોગ્ય નિર્ણય લઈ શકો છો.ખરેખર મન એ અદ્ભુત છે,

વિચાર ના ઉદ્ભવ નું સ્થાન છે,મન માં વિચાર ઉત્પન્ન થાય છે,

ગતિ પકડે છે, ઉચિત જગ્યાએ થાય છે, ને કાર્યવાહી પુર્ણ કરી નષ્ટ પણ થાય છે.


વિચાર હકારાત્મક ને નકારાત્મક હોઈ શકે છે, તમારે કેવા વિચાર કરવા તેને માટે તમે સ્વતંત્ર છો. તેથી શુભ અને ઉત્તમ

પવિત્ર વિચાર કરવા જોઈએ, જેથી તમારું અને સમાજ નું

કલ્યાણ થાય.


વિચાર ક્યાં થી આવેછે ??


તમારી આંખોમાં, નાક ,કાન દ્વારા તમે દ્રશ્ય જુઓ છો, શબ્દ સાંભળો છો, સુગંધ લો છો, સ્પર્શ કરો છો, ને સ્વાદ લો છો

તેના સંસ્કાર ની છાપ મન પર પડે છે, તથા ચિત્ત માં સંગ્રહ થાય છે, તેથી જ્યારે તમને જે તે ઈન્દ્રિયો ના વિષય ને ભોગવવા ની ઈચ્છા થાય એટલે તેની માટે પ્રાપ્તિ વિચાર ઉત્પન્ન થઈ ગતિશીલ બનેછે.


આપણું ભોજન, વર્તન, રહેણીકરણી, જેટલી પવિત્ર હશે એટલા પવિત્રતા ના વિચારો આવશે.

સત્વગુણની માત્રા વધારે હશે તો, દયા , પ્રેમ,કરૂણા, દાન

પરોપકારી વિચારો આવશે

રજોગુણ ની વૃદ્ધિ હશે, તો સ્વાર્થ ના ,લોભ ના વિચારો આવશે, કર્મ કરી કશુક મેળવવા ના વિચારો આવશે

તમોગુણ વધુ હશે, તો આળસ , પ્રમાદ, મફત નું લેવુ,

લૂંટફાટ, મારફાડ, તોડફોડ ના વિચારો જરૂર આવશે.


અંને ત્રણે ગુણો ના હોય તો વિચાર શૂન્ય થઇ ને, મનોલય ની અવસ્થા પ્રાપ્ત થાય ને સમાધિ નું સુખ મળે છે. પરંતુ સમાધિ

દેહાભિમાન ને લીધે શરીરની જરૂરિયાત ઊભી થતાં છૂટી જાય ને ફરી વિચારો નું સામ્રાજ્ય શરૂ થાય છે.


આમ, મનુષ્ય જીવન માં વિચાર નો મહત્વ નો પ્રભાવ પડે છે.

શુધ્ધ સાત્વિક ભોજન, સાત્વિક આહાર વિહાર હોવા જોઈએ, હંમેશા બીજા ના કલ્યાણ ની ભાવના અને કરૂણા હ્દય માં હોવી જોઈએ, તો જ તમને પણ શાંતિ આનંદ પ્રેમ ને કરૂણા જીવનમાં મળશે.


આ જગતમાં જે આપણી સમક્ષ થઈ રહ્યું છે, તે આપણા જ વિચાર નું પરિણામ છે, વ્યક્તિ અને સમાજ વિચાર થીજ બનેલા છે અને પરસ્પર વિચાર થી પ્રભાવિત થાય છે.માટે

સામાજિક કે વ્યવહારીક વ્યવસ્થા આપણા વિચારો નું જ

પરિણામ છે.


વિચાર શક્તિ સર્જનાત્મકતા છે, અને વિધ્વંસક પણ છે,

તમે તેનો જેવો ઉપયોગ કરવા ધારો છો, તેમજ થાય છે.

માટે  હંમેશા જીવનમાં હકારાત્મક અભિગમ રાખવો જોઈએ

કલ્યાણ મય ભાવના રાખવી જોઈએ, જેથી આપણું જીવન

કલ્યાણ કારી બંને અને સુખ શાંતિ આનંદ ની અનુભૂતિ થાય.


પ્રકાશ કરતાં પણ વિચાર ની અનંત ઘણી શક્તિ છે,

પ્રકાશ સેકન્ડ ની ૧૮૬૦૦૦ માઇલ ની ગતિ થી થોડે છે

પરંતુ વિચાર ને કોઈ પણ સ્થળે જવા  ક્ષણ જેટલો જ સમય

લાગે છે.


વિચાર સૂક્ષ્મ તત્વ છે. જીવંત છે, ચૈતન્ય મય છે,

ૐ આનંદ ૐ શાંતિ ૐ આનંદ ૐ શાંતિ ૐ આનંદ ૐ


=========💐💐====💐💐=======


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ