વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સુખ ની અનુભૂતિ

सर्वे भवन्तु सुखिन:!!


સુખ શું છે ?

*********


સામાન્ય રીતે , સુખી થવા કે સુખ મળે તે માટે જ માનવ ના સઘળા પ્રયાસો છે, દુઃખ કોઈ ને જોઈતું જ નથી. પરંતુ દુઃખ

તો સુખ નો પરમ મિત્ર છે તે તેનાથી અળગુ રહી શકતું નથી. સુખ અને દુઃખ જિંદગી રૂપી સિક્કાના બે બાજુઓ છે, માટે

સત્ય એ છે કે એક બાજુ જોઈને જીવન જીવી શકાતું નથી માટે બીજી તરફ નિહાળવાનું માણસ ભૂલી જઈ જીવનનું સત્ય સમજવામાં નિષ્ફળ નીવડે છે તેથી અસંતોષ અને તકલીફોનો સામનો કરવો પડે છે તેથી જીવનમાં સુખ અને દુઃખ સાથે જ છે તે સમજવું કેવી રીતે અને તેમાંથી બહાર કેમ નીકળવું કે જેથી જિંદગીનો સાચો અર્થ સમજાય સમજાય.


સુખ ની વ્યાખ્યા

*************

સુખ શું છે?    તેની વ્યાખ્યા થ‌ઈ શકે નહિ ને વ્યાખ્યા કરો તો અધુરી જ રહેવા ની છે, કારણ કે સુખની વ્યાખ્યા વ્યક્તિગત છે વસ્તુગત છે પરિસ્થિતિ ગત છે અને દરેક વ્યક્તિનુ સુખ વ્યક્તિ વસ્તુ અને પરિસ્થિતિ ગત બદલાતું રહે છે અને દરેક વ્યક્તિનો પોતાનાસુખ અને તેની વ્યાખ્યા અલગ અલગ હોય છે.તે તેથી સુખની વ્યાખ્યા થઈ શકે નહીં પરંતુ એમ કહી શકાય કે જે વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ મનને અનુકૂળ હોય અને તેનો ઉપયોગ કે ઉપભોગ થઈ શકે તો જ તે સુખની વ્યાખ્યા બની શકે છે અને તેનાથી વિપરીત હોય એટલે કે પ્રતિકૂળ હોય તો તે વ્યક્તિ વસ્તુઓ અને પરિસ્થિતિ દુખ કારક હોય છે અને સામાન્ય તો આમ જ સુખ અને દુઃખ બે જોડિયા ભાઈઓ જિંદગી સાથે ખેલ કર્યા કરે છે

*******

આમ,અનુકૂળતા અને પ્રતિકૂળતા માં સુખ દુઃખ રહેતું હોય છે

તે મનને આધીન હોય છે મનની અંતર્ગત હોય છે તે મનોભાવમાં માનસી કલ્પનામાં અને તેના દ્વારા સરજાયેલ સંસારિક દુનિયાદારીમાં હોય છે, અને તેને મેળવવા માટે તેનો હંમેશા પ્રયાસ વસ્તુ વ્યક્તિ અને પરિસ્થિતિ ગત સમયની અંદર હોય છે . માટે સુખ-દુઃખ સમજવું હોય તો તમારે મનને સમજવું પડે તેના ઉદગમ ને સમજવું પડે તો જ સમજાય કે વાસ્તવિક રીતે સુખ ક્યારે છે કેવું છે અને દુખ હંમેશા તેને કેમ વળગીને રહેલું છે.

********

મન શું છે?


મન શું છે મન ક્યા રહે છે આ સમજવું અઘરું છે અને તેના માટે ઘણું ગહન ચિંતન જરૂરી છે સામાન્ય રીતે આપણે જાણીએ છે કે સુખ દુઃખ મનમાં રહે છે પરંતુ ક્યાં અને કેવી રીતે તે આપણને સમજાતું નથી તે વિગતવાર જાણવું જરૂરી છે. તો જ સાચું સુખ-શાંતિ અને આનંદની પ્રાપ્તિ થઇ શકે.


ઈચ્છા  ના દરિયામાં મન રૂપી સામ્રાજ્ય છે, તેમાં જ સુખ-દુઃખરૂપી તરંગો ઉત્પન્ન થાય છે, માટે ઈચ્છા શું છે કેવી છે શા માટે છે તે સમજવું જરૂરી છે, શું ઈચ્છા વગર નો માણસ હોઈ શકે, નહિ જ એ શક્ય જ નથી .ઈચ્છા વગર તે વળી જીવાતું હોય ? જે છે તે બધું આપણી ઈચ્છાઓ અને ઈચ્છા દ્વારા કલ્પના થી મનોરાજ દ્વારા આપણે આપણું જીવન બનાવીએ છીએ .અને ઈચ્છા પૂર્તિ થાય અનુકૂળતા હોય અને ઇન્દ્રિયો દ્વારા તેના વિષયોની પ્રાપ્તિ થાય એટલે સુખનો અનુભવ થાય અને પ્રતિકૂળતા હોય ,ઈચ્છા ની કોઈ આડે આવે કે  બાધારૂપ બને, તો આપણને દુઃખ થાય એ સ્વભાવિક છે, આમ સુખ દુઃખ આપણને આપણી ઇચ્છાઓ દ્વારા જ પ્રાપ્ત થતું હોય છે .હવે ઈચ્છાઓ કેમ શા માટે તે સમજવું જોઈએ.


ઈચ્છા શા માટે ?

*"""""""********"""""""""*****

મનુષ્યનો જન્મ તેની અધૂરી રહેલી ઇચ્છાઓ ના કારણે જન્મ થાય છે અને તે પોતાની અપેક્ષાઓને, અપૂર્ણતા ને પૂરી કરવા સઘળા પ્રયત્નો કરે છે, માનવ જન્મ એ ઈચ્છાપૂર્તિનો જન્મ છે અને ઇચ્છાઓ પૂરી થતી જ નથી તે સનાતન સત્ય છે માટે જન્મ પછી મરણ અને મરણ પછી જન્મ નુ સત્ય રહેલું છે

અગર ઈચ્છા પૂરી થઈ જાય અને બીજી ઇચ્છા ઉત્પન્ન જ ન થાય તો ત્યાં કોઈ પ્રયત્ન કરવાની કે સુખ દુખ મેળવવાની આવશ્યકતા રહેતી જ નથી તેથી સત્ય એ છે કે ઇચ્છા જ મૂળ સુખ દુઃખનું કારણ છે



સારાંશ

******

ઈચ્છા જ સુખ અને દુઃખનું કારણ હોય તેને નિવૃત્ત કરવી પડે સઘળી પ્રવૃત્તિઓ નુ કારણ કે મૂળ સ્ત્રોત ઈચ્છા છે .તેથી વ્યક્તિએ કઈ ઈચ્છા ક્યારે કરવી ,કેવી કરવી અને પોતાની સમજ શક્તિ ઉમર કાળ એટલે સમય અને દેશ આ બધાનો વિચાર કરીને ,કેવી રીતે ઈચ્છા પૂર્તિ કરી સુખની અનુભૂતિ કરવી તેની સમજદારી કેળવવાની હોય છે .આ સમજદારી કેળવવામાં જે સફળ થાય છે તે સુખી થાય છે અને જે નિષ્ફળ થાય છે તે દુઃખી થાય છે.

સુખ અને દુઃખ કે ઇચ્છાઓ મનમાં રહેલી છે મન એ કલ્પવૃક્ષ છે,મન એ ભગવાને માનવ ને આપેલી એક સુંદર ભેટ છે તેનો સદુપયોગ કેમ કરવો તે જાણવું તેનું નામ જ જ્ઞાન છે અને જે નથી જાણતા તેનું નામ જ અજ્ઞાન છે

જ્ઞાનથી મુક્તિ મળે છે અને અજ્ઞાનથી બંધન છે માટે કેવી રીતે આપણે ઇચ્છાઓ કરવી તૃપ્ત કરવી તેનું જ્ઞાન હોવું જોઈએ તે માટે સંનિષ્ઠ પ્રયત્ન કરવો જોઈએ અને શરીર મન ને સુખી કરવા પ્રયત્ન કરવા જોઈએ પોતે પણ સુખી થાઓ અને બીજાને પણ સુખી કરવા જોઈએ કોઈપણ આત્માને દુખ આપી, પાપના ભાગીદાર બનવું જોઈએ નહીં. સુખ એ આપવાની વસ્તુ છે લેવાની નથી, માટે હંમેશા બીજા સુખી કેમ થાય એવો વિચાર કરવો જોઈએ તો જ આપણને સુખ મળશે એમાં શંકા રાખવી નહીં


सर्वे भवन्तु सुखिन: !!





ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ