વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નામ નો આધાર

સકલ જગત તે નામ આધારા,,,,


આખું વિશ્વ નામ ના આધારે ટકી રહ્યું છે,‌. નામ મહત્વ નુ છે,

નામ વગર,ઓળખ જ નથી, ઈશ્વર ની વિભૂતિ  નામ માં છે.

પરમાત્મા એ પોતાની શક્તિ થી સૃષ્ટિ નું નિર્માણ કર્યું ,તેનું નામ મહામાયા છે, એ આદ્યશક્તિ જગદંબા છે,


એ મહામાયા નો ત્રિગુણાત્મક પસારો એજ બ્રહ્માંડ નું અસ્તિત્વ છે, જે દેખાય છે ‌છતા નથી, એ જ માયા છે,

પરમાત્મા , જે બધાથી પર છે, જે પ્રકૃતિ માં છે ,પણ જેમાં પ્રકૃતિ નથી, એવા બધા જ આત્મા ના અસ્તિત્વ નો આધાર એ નામ પરમાત્મા છે.


એવી રીતે દરેક નામ ની સાથે તેના ગુણ , અને પ્રાકૃતિક પ્રભાવ  રહેલો છે, કોઈ પણ નામ નિરર્થક નથી દરેક નામ કે શબ્દ મા અર્થ રહેલો છે,


દેવતા  જેના  માં દિવ્યતા છે , દૈવત છે, વરદાન આપવાની

લાયકાત છે, તેનું નામ દેવ છે,

માનવ , જેને પરમાત્મા એ મનરૂપી મહાન ને અદ્ભુત શક્તિ. આપી છે, જેનાથી તે ધારે તે કરી કે બની શકે, એવી કલ્પના શક્તિ કે વિચાર નું ઉદભવ સ્થાન એ મન છે,


શરીર :  શીર્યને ઈતિ શરીરમ્ : જે ક્ષણે ક્ષણે નાશ પામે છે

એટલે જ તેને શરીર કહેવાય છે.

આમ, નામ એ ગહન છે, નામ ની સાથે ગુણ જોડાયેલા છે

નામ માં ગુણ સાથે રૂપ રસ અને ગંધ ની તન્માત્રા પણ જોડાયેલી છે.માટે નામ સમજવા નામ ના મૂળમાં જવું પડશે, તો જ સમજાય કે નામ શું છે ??


નામ એ શબ્દ છે , અક્ષર છે , અક્ષર   નું મૂળ ઓમકાર છે ઓમકાર એ પ્રણવ છે, પ્રાણ ના સ્પંદન નું સ્વરૂપ છે,

તે સાકાર ને નિરાકાર પણ છે,ૐ બધા નામ ને રૂપ નું મૂળ

અધિકારી છે.


માટે જ ૐકાર નું મહાત્મ્ય ખુબ છે,

ૐ અક્ષર છે, મતલબ ક્ષર   એટલે નાશવાન નથી,

ૐ એ પરમાત્મા ને સાચી રીતે બોલાવી શકાય તેવું વાચક છે.

તેથી પૂજ્ય પતંજલિ ઋષીએ તેમના યોગસૂત્ર માં લખ્યું છે


तस्य वाचक प्रणव: !! तत्जपस्तद अर्थ भावनम् !!


ૐએ પરમાત્મા નો વાચક છે, તે નો જપ તેના અર્થ અને

ભાવ સહિત કરવો જોઈએ,

‌શ્રીમદ્ભગવદગીતા અંને ઉપનિષદો માં ૐ નું વર્ણન કર્યું છે.

આપણે અહીં ફક્ત નામ અને નામી નો ભાવ સમજવા નો છે


ૐ એ પ્રણવ છે પ્રાણ નું સ્વરૂપ છે, ને સ્પંદન છે.

ૐ એ પ્રકાશ નો પ્રવાહ છે, ચૈતન્ય છે, તેનું જ સ્થુળ રૂપ

સ્વર,વ્યંજન કે માતૃકા છે, તેમાંથી જ કક્કો બારાખડી ની રચના થાય છે,અને પછી શબ્દો, વ્યાકરણ વગેરે બને છે


આમ , શબ્દ નો મૂળ આધાર સ્પંદન છે, તે શરીરમાં , ક્યાં ને કેવી રીતે થાય છે, તે જાણવું , તેનું જ્ઞાન મંત્ર શાસ્ત્ર છે શબ્દ ને જાણો, તેના સ્પંદન ને જાણો કે પ્રાણશક્તિ ને જાણો

આ બધું એક જ છે ,અને  તે નામ નું રહસ્ય છે.


શબ્દ અેટલે મંત્ર દ્વારા જાણો, કે પ્રાણ એટલે પ્રાણાયામ દ્વારા કે કુંડલિની શક્તિ દ્વારા યોગ થી જાણો, કે જ્ઞાન માર્ગ દ્વારા ૐ ,સોહમ કે વૈદિક વિચાર દ્વારા જાણો. એક જ છે.


એક દિવસ માં કે,એક વાર વાંચી કે વિચાર કરી ને સમજાઈ જાય એટલુ સહેલું નથી,હા, આચરણ માં આવશે તો જરૂર સહજ થઈ જશે, કારણ કે એ તમારુ જ સ્વરૂપ છે.


આ બધું ગહન છે, જે લાયકાત વગર સમજાય એમ નથી

પરંતુ જેને જાણવા નો રસ જાગ્યો હોય, તે પ્રયત્ન કરી પામી શકે છે.નામ અને નામી જુદા નથી. નામ સાથે શબ્દ નું સ્વરૂપ જોડાયેલું છે જ, તમે ખુરશી બોલો એટલે લાકડા માથી‌ બનેલા  ચાર પગ વાળી વસ્તુ તમને દ્રષ્ટિ ગોચર થશેતમે જલેબી કે મીઠાઈ ની વાત કરો, મોંઢા માં પાણી આવશે


તેવી રીતે જે જે રૂપ છે તેનું નામ છે તેના ગુણ છે તે તમારી સામે ચોક્કસ પ્રગટ થશે જ.નામ , રૂપ અને ગુણ નો મહિમા ,એજ તો આજે ફેશન નું જગત બની ગયું છે,

ચોક્કસ તે ના કારણે ઘણા લોકો નો જીવનનિર્વાહ થાય છે.ફ્રાન્સ માં ઘણા ફેશન શૉ ચાલે છે,


આપણું બોલીવુડ, હોલીવૂડ, કે કોઈપણ બધો નામ રૂપ અને રંગ નો જ પ્રભાવ છે,‌ નામ અને રૂપ માં આકર્ષક છે ,જાહેરાતોની ના માધ્યમ થી વસ્તુઓને નું નામકરણ ને વેચાણનોવેપાર ચાલે છે. ટીવી સિનેમા , મોબાઇલ નામ ને રૂપ ની અંતર્ગત છે, જે જગત ના બદલાવ ને તમારી પ્રત્યક્ષ કરે છે.


આ બધો નામ અને રૂપ તથા તેના ગુણો નો પ્રભાવ છે. જેમાંથી આપણે કોઈ પણ બાકાત નથી, નામ ની સાથે સમય ની ગતિ જોડાઈ જાય છે ને કાળક્રમે બધુંય બદલાઈ જાય છે

પરંતુ નામ બદલાતું નથી, નામ તો અમર છે, દેહ મૃત્યુ બાદ વિસર્જિત થઈ જાય છેપણ તે વ્યક્તિ ના નામ થી તેનો પીંડ પહોંચાડવામાં આવે છેએ સત્ય વાત છે, મૃત્યુ પછી પણ વ્યક્તિ નો શબ્દ દેહ તો અંહી જ રહી જાય છે.


નામ અને પામી નું અતુટ ઐક્ય છે, શિવ અને શક્તિ માફક તેઓ અભિન્ન છે. માટે જ ભગવાન નામ નું સ્મરણ કરતાં

તેમની હાજરી નું હોવાપણું વર્તાય છે, સત્યનારાયણ ની કથા

અને તેનો પ્રભાવ ને પ્રસાદ તેની સાક્ષી છે,


આમ, નામ નું મહાત્મ્ય ઘણું મોટું છે, એક લેખ માં પુર્ણ ના થઈ શકે, નારદ‌ઋષિ જેવા મહાન વિદ્વાન જેનું પુર્ણ વર્ણન નથી કરી શકતા, ત્યાં મારી મતિ ટુંકી પડે, તે સ્વીકાર છે

અંત: નામ નો જય હો, નારાયણ નો જય હો, સમસ્ત બ્રહ્માંડ માં વિલસતા ચૈતન્ય સ્વરૂપ નામ નો જય હો.


પુર્ણમ‌્ ઈદમ્ !!😂😂ૐ શાંતિ!! 😂😂******





ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ