વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હાઈકુ શબ્દસાગર-૩

વર્ણાનુંપ્રાસ હાઈકુઓ..!

☘️🌹🌻🌹☘️

(૧)

સાગર કુંખે,

શબ્દોની રમઝટ,

સેદોકા રચે..!          [સેદોકા=હાઈકુ]

(૨)

પ્રેમાળ રાત,

પ્રેમાળું આલિંગન,

પ્રેમાળ યાદો..!

(૩)

કંઈક થશે !

કંઈકનો આભાસ,

કંઈ ના થયું..!

(૪)

ઘેલું રે તન,

ઘેલડું મારુ મન,

ઘેલડી આશા..!

(૫)

મુક્ત ઈચ્છાઓ,

મબલખ સપનાં,

મૌન કલમ..!

(૬)

મારા શ્વાસોમાં,

મારા મન શબ્દોમાં,

મારા પ્રિતમ..!

(૭)

કાળી રાતમાં,

કાજળે ઘેરો ઘાલ્યો,

કોરી આંખોમાં..!

(૮)

મળી નજરો

મનમાં ફૂટ્યો, સ્નેહ;

મન અશાંત..!

(૯)

ઘણના ઘાવે,

ઘડ્યું છે, ઘડતર;

ઘણું છોડીને..!

(૧૦)

ગગને ચડી

ગાયો મેઘમલ્હાર

ગાંડો મેહુલો..!


📝 એકાંતની કલમે..


☘️🌹🌻🌹☘️


જયંતિલાલ વાઘેલા (એકાંત)


વર્ણાનુપ્રાસ હાઈકુ રચના (5,7,5)


જાપાનીઝ પદ્યસ્વરૂપોની આ (5,7,5) ની રમતમાં પુષ્કળ વૈવિધ્ય ભરેલું છે.હાઈકુ જેવાં પદ્ય સ્વરૂપો એ જાપાનની વિશ્વને મળેલી અણમોલ ભેટ છે.

કવિ શ્રી બાશોએ કહ્યું છે કે હાઈકુમાંથી જેટલા વધારે અર્થ-સંકેતો,શબ્દચિત્રરૂપે પ્રગટ કરી શકીએ,તે હાઈકુ ઉત્તમ પ્રકારનાં ગણાય !



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ