વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હાઈકુનો રસથાળ..!

હાઈકુ મણકા-૬


✳️🎈✳️🎈✳️


(૧)


ભર બપોરે,

વડલે પોઢયું, આજ;

વિહંગલોક..!


(૨)


કાળા ડિબાંગ,

ગગને ચડી, કોણ?

ઢોળતું જળ..!


(૩)


ગાયોનું ધણ,

ગૌધુલી ઉડાડતું,

પાદરે સાંજ..!


(૪)


યુવાન હૈયાં

રમે, પકડદાવ;

સ્પર્શની ખુશી..!


(૫)


ખુંદવા ધરા,

હાલો ભેરું ગામડે,

ખેડુત સંગ..!


(૬)


વેદના વેઠી,

અર્પયું રૂડું રૂપ,

પામી જીવન..!


(૭)


શબ્દોને સંગ,

કોરા કાગળિયામાં,

પુરે સપનાં..!


(૮)


ગામના ચોરે,

ચબુતરો રંગીન,

પંખી ગુંજન..!


(૯)


ઝરણું વહે,

ખળખળ કરતું,

જાણે સંગીત..!


(૧૦)


ડાળીએ ફુટી,

કુંપળો લીલીછમ,

તવાગમન..!


(૧૧)


પોઢતી પ્રિયા,

માણે મીઠા શોણલાં,

સુંવાળી સેજે..!


(૧૨)


નિલ ગગને,

ચમકી વીજલડી,

ધરા મલકી..!


(૧૩)


હતા સમીપ,

તોયે અળગા રહ્યાં,

બંને કિનારા..!


(૧૪)


કોરા સપનાં,

ડૂબ્યા દરિયા માંહે,

રહ્યાં અતૃપ્ત..!


(૧૫)


ઊગી પરોઢે,

રવિ આપે ઉજાસ,

શોભે ધરતી..!


(૧૬)


મસ્તકે ચડ્યું,

શોભે કાના મુંગટે,

માયુરપંખ..!


(૧૭)


કાચી કળીને,

સોણલાં સાગરનાં,

ભટક્યું તન..!


(૧૮)


મનડે વસ્યું,

સમગ્ર ચિત્ત મારું,

દલડામાં તું..!


(૧૯)


સાંજ ઢળતા,

વસુંધરાએ ઓઢી,

કેસરી શાલ..!


(૨૦)


બંધ હોઠોમાં,

ભાવના ભટકતી,

શબ્દોનું મૌન..!


એકાંતની કલમે..📝


✳️🎈✳️🎈✳️


જયંતિલાલ વાઘેલા (એકાંત)


જાપાનીઝ પદ્યસ્વરૂપોની આ (5,7,5) ની રમતમાં પુષ્કળ વૈવિધ્ય ભરેલું છે.હાઈકુ જેવાં પદ્ય સ્વરૂપો એ જાપાનની વિશ્વને મળેલી અણમોલ ભેટ છે.આ ત્રણ પંક્તિની હારમાળા એટલે "ગાગરમાં સાગર" કહી શકાય..!



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ