વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તમે પગલે પગલે ઝળક્યા

તમે  એક સુંદર નાનકડું કાવ્ય
અમે છીએ સંપૂર્ણ મહાકાવ્ય

તમે    રસ   છલકતી   ગાગર
અમે   રસનો  છે  મહાસાગર

તમે    દીપે    દીપે     પ્રગટયા
અમે દાવાનળ થઈને સળગ્યા

તમે    એક    મોહિની   મુરત
અમે   એક   ડરાવની   સુરત

તમે     મહાસાગરનું     મોતી
અમે    દુનિયા  આખી  ગોતી

તમે    શબનમના  છો  આંસુ
અમે     મુશળધાર    ચોમાસુ

તમે   પગલે  પગલે   ઝળક્યા
અમે દુનિયા  આખી  રખડયા


કવિ : પ્રકાશ પટેલ "સાત્ત્વિક"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ