વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચાલતાં રહેજો.

સુખનાં સરનામાં ભલે શોધતાં જ રહેજો,
તૃષ્ણાની સફર પર  નજર રાખતાં રહેજો.

યાતનાઓ સહેવી પડે ભલે આ જીવનમાં,
કર્મોની સુગંધ પણ થોડી ફેલાવતાં રહજો.

આવે જો કદી અણધારી આફત રસ્તામાં,
રાહદારીનો હાથ ત્યારે જ ઝાલતાં રહેજો.

નિજાનંદમાં મસ્ત  રહી  કરજો સારાં કામ,
કર્મની દોર ઝાલી જીવનમાં ચાલતાં રહેજો.

નાથને શોધતાં સાથે  ખુદને  પણ શોધજો,
ફેરવી દ્રષ્ટિ  ભીતરમાં જરાં વળતાં રહેજો.

પૂર્વી પટેલ. ⚘????

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ