વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચાલો એવી દિવાળી મનાવીએ



સંબંધોની ગૂંચના તાણાવાણા ઊકેલી,

લાગણીઓ પર જામેલી ધૂળ ખંખેરી,

ખુદના ભીતરને ઝળહળાવીએ,

ચાલો એવી દિવાળી મનાવીએ.


કોડિયામાં માનવતાનું તેલ પૂરી,

લાગણીઓની વાટ સંકોરી,

એક દીવો પ્રગટાવીએ,

ચાલો એવી દિવાળી મનાવીએ.


લાગણીઓના રંગો ભરી,

ખુશીઓની રંગોળી રચી,

કોઈનું આંગણ સજાવીએ

ચાલો એવી દિવાળી મનાવીએ.


અહંકારનો અંધકાર હટાવી,

હુંફ કેરૂં તાપણું પ્રગટાવી,

માનવતાનો પ્રકાશ ફેલાવીએ,

ચાલો એવી દિવાળી મનાવીએ.


પ્રીત, કરૂણા ને મૈત્રીનો

રચી અનેરો સંગમ,

પ્રકાશપર્વને ઝગમગાવીએ

ચાલો એવી દિવાળી મનાવીએ


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ