વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

છેતરામણી

પોતીકાની કાંચળી તળે, છે બધા પારકા,

ભ્રમ ભરેલી દુનિયામાં માનવ રંગબેરંગી જોયા છે !


એકલતાના આકરા તાપમાં આપ્યો તરું સમ સાથ,

સુખની શીત લહેરોમાં એને જ બાળતા જોયાં છે!


અંધારે જેના ઓગળ્યા'તા બની મીણબત્તી,

સૂરજ જરા શું ઊગ્યો ને ફૂંક મારતાં જોયા છે.!


ઝાંઝવાના જળ તો થયા ખૂબ જૂના હવે,

થઈ દરિયો, અહીં રણને નદીઓ ગળતા જોયા છે !©


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ