વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રૂપ અને રૂપિયાનો મોહ

એક દિવસ ઉભી આયના સામે ખુદને તપાસી જુઓ,

ખોટી આભા, આડંબર અને દંભને ઉતારી જુઓ.

.

સાચી છબી ઉભરી આવશે ખુદની સામે,

એકવાર ખુદના અંતરમાં ડોકિયું કરી જુઓ.

.

રૂપ અને રૂપિયાનો તો મોહ છે ખાલી,

એક વાર ખાલી હાથે કરતાલ વગાડી જુઓ.

.

ઈશ્વર જરૂર આવશે હાથ પકડવા,

એકવાર સાચા હૃદયથી બોલાવી જુઓ.

           - ભરત રબારી

  (માંગરોળ, જી. જુનાગઢ)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ