વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આવી ને ગઈ

ખબર પણ ના રહી, ​દિવાળી આવી ને ગઈ,

​સજ્યા'તા જે સાજ શણગાર તે ઉતારતી ગઈ...

​નવાં વર્ષની મહેક, જરા પણ આવી નહી,

​કારણ, દુનિયા આખી મોબાઈલમાં સમાઈ ગઈ...

​સાલ મુબારક કહેનાર કોઈ નહોતું શેરીઓમાં,

​જે હતાં એ બધાની સ્ટેટ્સમાં જીંદગી ગઈ...

​કેટલાં હોંશથી ઘર શણગાર્યા ને મીઠાઈ હતી,

​ડબ્બામાં પડી પડી એ પણ ઉદાસીન થઈ ગઈ...

​વાટ જોતાં હતાં જેની ઘણાંય દિવસોથી અમે,

​એ નૂતન વર્ષ ને દિવાળીની એ તો આવી ને ગઈ...


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ