વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઠંડી

શિયાળો આવ્યો ઠંડી લાગી,

ગોદડા કાઢો ઠંડી લાગી...

શિયાળો આવ્યો ઠંડી લાગી,

ગોદડા કાઢો ઠંડી લાગી...


ઉઠવાની તો આળસ થાય, ઠંડા પાણીએ કોણ ન્હાય,

ઉઠતાં સવારે દાઢી ડગડગી,

શિયાળો આવ્યો ઠંડી લાગી...


સ્વેટરનો તો વજન લાગે, શાળાએ એ તો સાથે ભાગે,

બપોરે તો ભારે ગરમી લાગી,

શિયાળો આવ્યો ઠંડી લાગી...


શરદી સીઝનની થાય, નાકે છીંક છીંક થાય,

દવાની તો લાઈન લાગી,

શિયાળો આવ્યો ઠંડી લાગી...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ