વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગાડું

મારા ગામ ભણી,

ચાલીને જતાં,

રસ્તે જોયું મેં,

એક ગાડું,

એક સળંગ લયમાં,

પોતાના લક્ષ્ય ભણી ચાલતું,

હા,

તેના પૈડાંઓ હતા,

એકમેકથી દુર જરૂર પણ,

તેમની વચ્ચેનો તાલમેળ,

હતો એવો અદભુત કે,

લાગે જ નહીં તેઓ છે દૂર,

એ જોઈને,

આવ્યો મને વિચાર કે,

જો કોઈ બીજું ગાડું નીકળે,

એ ગાડાની પાસેથી ચાલીને,

તો શું આ ગાડાના પૈડાં,

થશે વિચલિત,

એ ગાડાના પૈડાંને જોઈને?

મુજ મનના એ સવાલનો,

જાણે આપવા જવાબ,

તરત જ નીકળી એક ચમકતી મોટર,

એ ગાડાના પૈડાંની પાસ થઈને,

એ મોટરના પૈડાં હતા ખૂબ ભવ્ય,

અને વળી ઝડપી પણ એવા જ,

તેમ છતાંય,

ગાડાના પૈડાં ન ગયા તે તરફ,

પોતાની લય મૂકીને,

હવે મને છે પૂરો વિશ્વાસ કે,

એ ગાડું જરૂર પહોંચશે,

પોતાના ધ્યેય પર,

કારણ કે,

તેના પૈડાં પણ છે,

સતયુગના જીવ.


©કિશન પંડયાટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ