વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કેવી છે ધારા...

જળનાં ટીંપાનું ટોળું છે ધારા ,

વાત્સલ્ય ભાવનો ધોધ છે ધારા ,

અનુભવની વાત છે ,

ઝાંઝવા નીર તો નથી જ આ ધારા ,

પ્રેમની સદા ધારીણી છે , આ ધારા

ધૈર્ય , ધીરજ ને ધર્માંધ છે ધારા ,

શૂન્યથી સર્જન છે ધારા ,

ને માટે જ તો ,

રાધાની વિપરીત છે ધારા ,

ધ્યાનથી ડોકીયું કરો તો સમજાય ,

કૃષ્ણની આગળ છે ધારા ,

મીરાંના મૂળમાં છે ધારા ,

નરસિંહનાં સૂરમાં છે ધારા ,

સમજવાથી જ સમજાય આ ધારા...

હવે તમે જ કહો ? કેવી છે આ ધારા...

​🖌️ પાર્થ જોશી 🖌️

​પ્રસ્તૂત કવિતા  મારી વ્હાલી બેન ધારા પર લખેલ છે , જેનું રસદર્શન તમે કવિતા આસ્વાદમાં લેખ સ્વરૂપે જોઈ શકશો.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ