વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દવા

હોતી નથી,

દવા દરેક બીમારીની,

ડોકટર અંકલ પાસે.

કોઈ કોઈ બીમારીની,

દવા હોય છે,

કોઈ અંગત પાસે.


સલાહ કરતાં પણ,

હોય છે,

વધુ અસરકારક,

કોઈના સાથનો ભરોસો,

એ વાતને તમે,

સદાય યાદ રાખશો.


બસ એમ જ,

વાતોના ગપાટા,

કયારેક કરીને જુવો,

બધા દુઃખને,

તમે જરૂરથી,

જશો વિસરી.


કોઈ દોસ્ત કે કોઈ સાથી,

કે પછી તમારા પાલક,

કોઈ તો હશે જ,

આ જગમાં એવું,

જે સાંભળશે તમને,

અવિરત.


એ વ્યક્તિ આગળ,

તમે મુશ્કેલી ભલે ન કહો,

પણ વાતો જરૂર કરો,

કારણ કે,

એની જોડે કરેલ દરેક વાતો,

કરશે દવાનું કામ.



©કિશન પંડયા.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ