વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ખબર નથી

લખવા બેઠો પણ શું લખવું ખબર નથી,

પેન હાથમાં છે ને શબ્દની ખબર નથી...


શિયાળો લખું તો જામે જીંદગીની રમત,

થીજી જાય યાદો ને અટકે ત્યાં જ કરામત,

હૂંફ મળતી જેવી, એવી હવે મળતી નથી,

પેન હાથમાં છે ને શબ્દની ખબર નથી...


ઉનાળો લખું તો બળબળતો બપોર મળે,

દોસ્તોની ટોળકી મળતી એ ટોળકી ટળે,

આધુનિક તડકો સહન હવે થાતો નથી,

પેન હાથમાં છે ને શબ્દની ખબર નથી...


ચોમાસું લખું તો શબ્દો મારાં ભીંજાય છે,

નેવા ટીપે વાછટ યાદો ભીની કરી જાય છે,

પેલાં જેવો ગામમાં ગારો હવે થાતો નથી...

પેન હાથમાં છે ને શબ્દની ખબર નથી...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ