વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રાત

રાત,

બે અક્ષરનો શબ્દ,

સાવ નાનો એવો,

અને છતાંય તેનો પ્રભાવ,

હોય બહુ મોટો,

આખા ધરાતલને,

તે કરી દે સાવ શાંત.


હવે જોકે,

એ વાત નથી રહી સાચી,

ઝગમગાટ કરતી,

કેટલીય લાઈટો થકી,

રાતના અંધકારને ધ્વસ્ત કરી,

માનવ મહાલે છે ત્યારે પણ,

આ ધરાતલ પર.


જોકે એમ કરીને,

થયો છે આપણો વિજય,

કે પછી પરાજય?,

એ છે એક મર્મ પ્રશ્ન,

કારણ કે,

હવે રાતે પણ હોય એવો કોલાહલ,

કે કોઈ જાણે નહીં હૈયા કેરી વાત ને.


©કિશન પંડયા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ